________________
અનિલ્યભાવના
૬૭ રેગથી નિરંતર ભરેલું જાણે એને મરણથી ઘેરાયેલા જાણે એશ્વર્ય વિનાશની સન્મુખ જાણો; અને આ સંગ છે તેને નિયમથી વિયેગ જાણો. આ બધા વિષયે છે તે આત્માના સ્વરૂપને ભુલાવનારા છે, એમાં રાચીને આખું વિશ્વ વિનાશ પામ્યું છે. વિષયેના સેવનથી સુખની આશા રાખવી તે જીવવાને માટે ઝેર પીવા જેવું છે, શીતળ થવા માટે અગ્નિમાં પ્રવેશ કરવા જેવું છે તથા મીઠાં ભેજન માટે ઝેરના ઝાડને પાણી પાવા જેવું છે. વિષયે મહામહ મદને ઉપજાવનાર છે. તેને પ્રત્યે રાગ કરવો તજી ત્માનું કલ્યાણ કરવા પ્રયત્ન કરો. અચાનક મરણ આવશે. મનુષ્યજન્મ કે જિનેન્દ્રને ધર્મ હાથથી બાજી ગયા પછી ફરી પ્રાપ્ત થ અનંતકાળમાં પણ દુર્લભ છે. જેવી રીતે નદીના તરંગે નિરંતર વહ્યા જાય છે, પાછા આવતા નથી તેવી રીતે આયુષ્ય, કાયા, રૂપ, બળ, લાવણ્ય, ઇદ્રિયશક્તિ જતાં રહ્યા પછી પાછાં આવતાં નથી. આ પ્રિય સ્ત્રી, પુત્ર, આદિક નજરે દેખાય છે તેમને સંગ ટકી રહેવાનો નથી. તે સ્વમના સંગ સમાન છે એમ જાણે. એને અર્થે અનીતિ, પાપ કરવાનું છોડી દઈ ઉતાવળે વ્રત સંયમ આદિક ધારણ કરે. આ જગત ઇંદ્રજાલની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનાર છે, આ જગતમાં ધન, યૌવન, જીવન, સ્વજન તથા પરજનના સમાગમમાં જીવ આંધળે થઈ રહ્યો છે. એ ધનસંપત્તિ તે ચક્રવર્તીને ત્યાં પણ સ્થિર રહી નથી તે અન્ય પુણ્યહીનને ત્યાં ક્યાંથી સ્થિર રહેશે ? યૌવન જરા વડે નાશ પામે છે, જીવન મરણસહિત છે, સ્વજન પરજન વિયેગની સન્મુખ છે, તે શામાં સ્થિર બુદ્ધિ કરે છે? આ દેહને નિત્ય સ્નાન