________________
સમાધિ-પાન કરાવે છે, સુગંધ લગાડે છે, આભરણ વસ્ત્ર આદિ વડે શણગારે છે, જુદી જુદી જાતનાં ભેજનપાન કરાવે છે, વારંવાર તેની ચાકરીમાં કાળ ગાળે છે. શય્યા, આસન, કામગ, નિદ્રા, શીત, ઉષ્ણ આદિ અનેક ઉપચારવડે તેને પિષે છે. તેના ઉપરના રાગથી એટલા બધા અંધ બની ગયા છે કે ભઠ્ય-અભક્ષ્ય, યેગ્ય-અયોગ્ય, ન્યાય-અન્યાયના વિચાર રહિત બની પિતાને ધર્મ બગાડે છે, યશને નાશ કરે છે, મરણ પામો છે, નરકે જાઓ છે, નિગદમાં વાસ કરે છે, તે પણ તે બધાને ગણતા નથી. આ શરીર તે પાણીના ભરેલા કાચા ઘડા જેવું ઝટ નાશ પામશે. આ દેહ ઉપર કરેલે ઉપકાર કૃતઘી મિત્ર ઉપર કરેલા ઉપકારની પેઠે અપકારરૂપ વિપરીત ફળ આપશે. સાપને દૂધસાકર પાઈને ઉછેરવા સમાન પિતાને મહાન દુઃખ, રોગ, કલેશ, દુર્ગાન, અસંયમ, કુમરણ અને નરકગતિનું કારણ શરીર ઉપરનો મેહ છે એમ નિશ્ચ જાણે. આ શરીરને જેમ જેમ વિષયે આદિ વડે પુષ્ટ કરશે તેમ તેમ આત્માને નાશ કરવામાં તે સમર્થ થશે. એક દિવસ આહાર નહીં આપે તે ઘણું દુઃખ દેશે. જે જે શરીરમાં આસક્ત થયા છે, તે તે સંસારમાં સર્વસ્વ એઈ, આત્મકાર્ય બગાડી, અનંતાનંત કાળ નરકનિગોદમાં ભમે છે. જેમણે આ શરીરને તપ સંયમમાં લગાડી સૂકવી નાખ્યું, તેમણે પિતાનું હિત સાધ્યું છે. આ ઇદ્રિય તે જેમ જેમ વિષય ભેગવે છે તેમ તેમ તૃષ્ણા વધારે છે. અગ્નિને ઈધરાથી તૃપ્તિ થતી નથી તેવી રીતે ઈદ્રિયેને વિષયે ભેગવવાથી તૃપ્તિ થતી નથી. એક એક ઇન્દ્રિયની વાંછા વડે મોટા મોટા