________________
અનિત્યભાવના ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા તે અન્યની શી વાત ? આ પ્રક્રિયેને દુઃખદાયી, પરાધીન કરનારી, નરકે પહોંચાડનારી જાણી ઇન્દ્રિયો પ્રત્યેને રાગ તજી તેમને વશ કરે. સંસારમાં જેટલાં નિંદવા લાયક કામ થાય છે તે બધાં ઇન્દ્રિયને વશ થઈને કરાય છે, તેથી દ્વિરૂપ સાપના ઝેરથી આત્માને બચાવો.
આ લક્ષ્મી તે પણ ક્ષણભંગુર છે. લક્ષમી કુલીન, ધીર, શૂર, પંડિત, મૂર્ખ, રૂપવાન, કુરૂપ, પરાક્રમી, કાયર, ધર્માત્મા, અધમ, પાપી, દાતાર, કૃપણ કેઈને ત્યાં સ્થિર રહેતી નથી. એ તે પૂર્વ જન્મમાં જેણે પુણ્ય કર્યું છે તેની દાસી છે. કુપાત્રે દાન આદિથી કે કુતપથી બંધાયેલા પાપાનુબંધી પુણ્યને લીધે જે લક્ષમી મળી છે તે જીવને
ટા ભાગોમાં, કુમાર્ગમાં, અહંકારમાં પ્રવર્તાવી દુર્ગતિએ પહોંચાડનારી છે. આ પંચમકાળમાં એટલે કળિકાળમાં તે કુપાત્રદાનથી, કુતપસ્યાથી પ્રાયે લક્ષ્મી ઊપજે છે તે બુદ્ધિને બગાડીને મહાદુઃખથી ઊપજે છે, મહા દુખે કરીને ભગવાય છે, પાપમાં વપરાય છે, અથવા તે દાન કે ભેગ વિના તેને મરતી વખતે તજવી પડે છે. આર્તધ્યાન કરીને તિર્યંચ ગતિમાં જવું પડે છે. તેથી આ લક્ષ્મીને તૃષ્ણા વધારનારી અને મદ ઉપજાવનારી જાણીને, (૧) દુઃખી, દરિદ્રી પ્રત્યે ઉપકાર કરવામાં, (૨) ધર્મ વધારનાર ધર્મનાં સ્થાનમાં, (૩) વિદ્યા ભણાવવામાં, (૪) અને વીતરાગ સિદ્ધાંત શાસ્ત્રો લખવામાં વાપરીને તેને સફળ કરે. ન્યાયપૂર્વક પ્રમાણિક ભેગમાં ધર્મની હાનિ ન થાય તે પ્રકારે વાપરે.