________________
9
.
સમાધિ-સે પાન આ લક્ષ્મી પાણીના તરંગો જેવી અસ્થિર છે. જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી દાન, પરોપકાર કરી લે; પરલેકમાં સાથે આવવાની નથી. અચાનક તેને છેડીને મરવું પડશે. જે નિરંતર લક્ષ્મી એકઠી કર્યા કરે છે, દાન ભેગમાં વાપરતે નથી, તે પિતાને ઠગે છે. અનેક પાપ હિંસાદિક વડે ભેગી કરેલી લક્ષ્મી, મહાલેભથી મેળવીને તે કોઈને સેંપીને ચાલ્યા જાય છે. અન્ય દેશમાં વ્યાપાર આદિ વડે વધારવા માટે રેકીને કે જમીનમાં અતિ દૂર ડાટીને રાત દિવસ તેનું જ ચિંતવન કરતો દુર્ગાનથી મરીને દુર્ગતિએ જાય છે. કૃપણને ધનને રખવાળ કે નકર જાણવા યોગ્ય છે. દૂર જમીનમાં જેણે ડાટી તેણે પથ્થર જેવી તેને બનાવી. જેમ જમીનમાં પથ્થર ડાટેલા પડ્યા છે તેમ તે લક્ષ્મી પણ જાણે. રાજાને હાથ જાય કે વારસ કે ભાગીઆના હાથમાં જાય કે સગાંસંબંધીને હાથમાં જાય તે તેમનું કામ સધાયું. પિતાને દેહ તે રાખ થઈ ઊડી જશે. આ ઉપરથી શું પ્રત્યક્ષ નથી જણાતું કે લક્ષ્મી સમાન આત્માને ઠગનાર બીજું કઈ નથી ? પિતાને સર્વ પરમાર્થને ભૂલીને લક્ષમીના લેભને માર્યો રાતદિવસ ઘેર પાપ કરે છે; અવસરે ખાવા પણ પામતે નથી; ટાઢ તડકે સહન કરે છે; રેગ આદિ કષ્ટને ગણતે નથી, રાત્રે ચિંતાને લઈને પૂરી ઊંઘ પણ લેતે નથી; લેભને લઈને મરણને પણ ગણતે નથી; લડાઈ વખતે ભારે સંકટ પણ ગણકારતું નથી. સમુદ્રમાં પ્રવેશ કરે છે. ઘેર ભયાનક વનમાં કે પર્વત ઉપર જાય છે. ધર્મ રહિત અનાર્ય દેશમાં જાય છે. જ્યાં પિતાની જાતિનાં, કુળનાં, ઘરનાં કઈ હોય નહીં એવાં સ્થાનમાં કેવળ