________________
અનિત્યભાવન
૭૧
લક્ષ્મીના લાભને લીધે ભ્રમણ કરતાં કરતાં મરણ પામીને દુર્ગતિએ જાય છે. લાભી માણસ ન કરવા યોગ્ય કે નીચ ભીલ, ચંડાળને કરવા ચેાગ્ય કાર્યાં કરે છે. તેથી હવે જિવેંદ્ર ભગવાનના ધર્મ પામીને સંતેાષ ધારણ કરી પેાતાનાં પુણ્ય પ્રમાણે ન્યાયમાર્ગથી પ્રાપ્ત થયેલા ધનને, સંતેાષી રહીને, તીવ્ર રાગ છેડી, ન્યાયપૂર્વક ભાગવા. દુઃખી, ભૂખ્યા, દીન, અનાથના ઉપકારને નિમિત્તે દાન સન્માનમાં વાપરો.
આ લક્ષ્મી અનેક પુરુષોને ઠગીને દુર્ગતિએ લઈ જાય છે. લક્ષ્મીના સંયાગથી જગતના જીવા જડ જેવા થઈ રહ્યા છે. પુણ્ય પૂરું થતાં જ તે ચાલી જશે. લક્ષ્મીના સંગ્રહ કરીને મરી જવું એ લક્ષ્મી પામ્યાનું ફળ નથી. લક્ષ્મીનું ફળ તે કેવળ ઉપકાર કરવા કે સદ્ધર્મના માર્ગ વાપરવી તે છે.
આ પાપરૂપ લક્ષ્મીને જે ગ્રહણ જ કરતા નથી તેમને ધન્ય છે! ગ્રહણ કરીને પણ મમતા તજી ક્ષણમાત્રમાં તેના ત્યાગ કરે છે, તેમને પણ ધન્ય છે! વધારે શું લખવું ?
આ ધન, યૌવન, જીવન, કુટુંબના સંગમને પાણીના પરપોટા જેવાં અનિત્ય જાણી આત્માના હિતરૂપ કાર્યમાં પ્રવર્તન કરે. સંસારના જેટલા સંગમ છે તે બધા વિનાશી છે. એમ અનિત્ય ભાવના ભાવેા. પુત્ર, પૌત્ર, સ્ત્રી, કુટુંબ આર્દિક કેાઈની સાથે પરલેક ગયાં નથી અને જશે પણ નહીં. પેાતાનાં ઉપાર્જન કરેલાં પુણ્ય પાપ આદિ કર્માં માત્ર સાથે રહેશે. આ જાતિ, કુળ, રૂપ આદિક તથા દેશ નગર આફ્રિકન સમાગમ દેહની સાથે જ નાશ પામશે. તેથી અનિત્યભાવના