________________
૭૨
સમાધિ-સંપાન ક્ષણ માત્ર પણ વીસરી ન જાઓ; તેના પ્રભાવે પર ઉપરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય છે.
૨. અશરણભાવના :- આ સંસારમાં દેવ, દાનવ, ઈંદ્ર કે મનુષ્ય કઈ એવે નથી, કે જેને ગળામાં યમરાજાને ફસ પડ્યો ન હોય. મરણ વખતે કોઈ શરણ નથી. આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે ઈન્દ્રનું પણ ક્ષણવારમાં પતન થાય છે. જેને હજારે દેવે આજ્ઞા ઉઠાવનાર સેવક તરીકે છે, જેને હજારે અદ્ધિઓ છે, અસંખ્યાત કાળથી જેને સ્વર્ગમાં વાસ છે, રેગ સુધા તૃષાદિક ઉપદ્રવથી રહિત જેનું શરીર છે અને અસંખ્યાત બળ પરાકમને ધારક છે એવા ઈનું પણ પતન થાય છે તે અન્ય કેણ શરણ છે? જેવી રીતે નિર્જન વનમાં વાઘે પકડેલા હરણના બચ્ચાને કેઈ બચાવવા સમર્થ નથી, તેવી રીતે મૃત્યુથી પકડાયેલા પ્રાણીને બચાવવા કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષે નાશ પામ્યા છે ત્યાં કેણ શરણરૂપ છે? કઈ એવું ઔષધ, મંત્ર, યંત્ર, કિયા, દેવ, દાનવાદિક છે નહીં કે જે એક ક્ષણમાત્ર કાળથી બચાવે. જે કોઈ દેવ, દેવી, વૈદ્ય, મંત્ર, તંત્રાદિક એક માણસને પણ મરણથી બચાવે એમ હોત તે મનુષ્ય અક્ષય, અમર થઈ જાત. તેથી મિથ્થાબુદ્ધિ છોડી અશરણભાવના ભાવે
મૂહ લેક એવા વિચાર કરે છે કે મારા સગાની સારવાર ન થઈ, ઔષધિ ન આપી, કેઈ દેવતાની મદદ કે શરણ ગ્રહણ ન કર્યું, ઉપાય કર્યા વગર મરી ગયે. આ પ્રકારે પિતાના સ્વજનને શેક કરે છે. પણ પિતાને વિચાર