________________
અશરણભાવના
૭૩ કરતું નથી કે હું જ મૃત્યુના મુખમાં દાઢની વચમાં બેઠે છું. કેટિ ઉપાયે વડે પણ ઇદ્ર જેવાથી પણ કાળ રેકો નથી તેને મનુષ્યરૂપ કીડે કેવી રીતે રોકી શકશે ? જેવી રીતે પરને મરતા દેખીએ છીએ તેવી રીતે મારે પણ અવશ્ય મરવાનું છે. જેવી રીતે પરને સ્ત્રી પુત્રાદિકને વિયેગ થતો દેખીએ છીએ, તેવી રીતે મને પણ વિયેગ થવાને છે. તે વખતે કોઈ શરણરૂપ નથી.
અશુભ કર્મોને એક સાથે ઉદય આવે છે, ત્યારે બુદ્ધિ નાશ પામે છે. પ્રબળ કર્મને ઉદયમાં એક ઉપાય ચાલતે નથી; અમૃત પણ વિષ થઈને પરિણમે છે; તરણું પણ શસ્ત્ર થઈને પરિણમે છે; પિતાના ખાસ મિત્રો પણ વેરી થઈને વર્તે છે. અશુભ કર્મના પ્રબળ ઉદયને લીધે બુદ્ધિ વિપરીત થઈ જાય તે પોતે પિતાની ઘાત કરે છે.
શુભ કર્મને ઉદય હોય ત્યારે વળી મૂર્ખને પણ પ્રબળ બુદ્ધિ પ્રગટે છે; કર્યા વિના પણ અનેક સુખકારી ઉપાય પિતાની મેળે બની આવે છે; વેરી પણ મિત્ર થઈ જાય છે; ઝેર પણ અમૃતરૂપ પરિણમે છે. જ્યારે પુણ્યને ઉદય હોય ત્યારે સર્વે હાનિકારક વસ્તુઓ પણ અનેક પ્રકારે સુખકારક થઈ જાય છે. એ પુણ્યને પ્રભાવ છે.
પાપના ઉદયથી હાથમાં આવેલું ધન પણ ક્ષણમાત્રમાં નાશ પામે છે અને પુણ્યના ઉદયથી ઘણે દૂર વસ્તુ હોય તે પણ પ્રાપ્ત થાય છે. લાભાંતરાયને ક્ષપશમ હોય (કર્મ સંજોગે વસ્તુ મળવાની હોય) ત્યારે વગર પ્રયત્ન રત્નનિધાન પ્રગટ થાય છે. પાપને ઉદય હોય ત્યારે સદાચરણ સેવતે