________________
સમાધિ-પાન હોય તેના ઉપર પણ આળ મુકાય છે, કલકવાળા કહેવાય છે, અપયશ–અપવાદ પામી વગેવાય છે. યશ નામકર્મને ઉદય થતાં સર્વ અપવાદ દૂર થઈ દોષ પણ ગુણરૂપ ગણાય છે.
સંસાર છે તે પુણ્ય પાપના ઉદયરૂપ છે. પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય અને પા૫) પરના (કર્મના) કરેલા અને આત્માથી ભિન્ન છે એમ જાણું જ્ઞાયકરૂપ રહે હર્ષ શેક ન કરે. પૂર્વે કર્મ બાંધ્યાં હતાં તે હાલ ઉદયમાં આવ્યાં છે, તે દૂર કરવાં હોય તે પણ હવે દૂર થાય એમ નથી. ઉદય. આવ્યા પછી કોઈ ઉપાય નથી. કર્મનું ફળ જે જન્મ, જરા, મરણ, રેગ, ચિંતા, ભય, વેદના, દુઃખ તે પ્રાપ્ત થતાં મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધ આદિ કઈ રક્ષા કરવા સમર્થ નથી. કર્મને ઉદય આકાશ, પાતાળમાં ક્યાંય છેડે એમ નથી. ઔષધાદિ બાહ્ય નિમિત્ત પણ અશુભ કર્મને ઉદય મંદ થાય. ત્યારે ઉપકાર કરે છે.
દુષ્ટ ચેર, ભીલ, વેરી, તથા સિંહ, વાઘ, સાપ આદિક તે ગામમાં કે વનમાં મારે છે. જલચર આદિક તે જલમાં. મારે છે. પણ અશુભ કર્મને ઉદય જળમાં, સ્થળમાં, વનમાં, સમુદ્રમાં, પહાડમાં, કિલ્લામાં, ઘરમાં, શય્યામાં, કુટુંબમાં, રાજા આદિ સામતની વચમાં, શસ્ત્રોથી રક્ષા કરવા છતાં ક્યાંય પણ છોડતું નથી. આ લેકમાં એવાં સ્થાન છે કે
જ્યાં સૂર્ય ચંદ્રને પ્રકાશ પ્રવેશ કરતું નથી, પવનને પણ સંચાર નથી; વૈક્રિયદ્ધિધારી પણ જ્યાં જઈ શકતા નથી. પરંતુ કર્મને ઉદય તે સર્વ સ્થળે જઈ શકે છે. પ્રબળ કર્મને. ઉદય થતાં વિદ્યા, મંત્ર, બલ, ઔષધિ, પરાક્રમ, પિતાના.