________________
૭૫
અશરણભાવના મિત્ર, સામંત, હાથી, ઘોડા, રથ, પાયદળ, ગઢ, કેટ, શસ્ત્ર, સામ-દામ-દંડ-ભેદ આદિ કેઈ ઉપાય શરણ નથી. જેવી રીતે સૂર્યના ઉદયને કઈ રોકી શકતું નથી તેવી રીતે કર્મને. ઉદય પણ કેઈથી રેકી શકાય એમ નથી, એ નિશ્ચય રાખી સમતાભાવનું શરણ ગ્રહણ કરે; તે અશુભ કર્મની નિર્જરા થાય અને નવાં કર્મ ન બંધાય.
રોગ, વિયેગ, ગરીબાઈ, મરણાદિને ભય છોડી પરમ ધીરજ ધારણ કરે. આપણે વીતરાગ ભાવ, સંતેષ ભાવ, પરમ સમતા ભાવ એ જ શરણ છે, બીજું કોઈ શરણુ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પિતાને શરણરૂપ છે. ક્રોધાદિક ભાવ આ લેક અને પરલોકમાં આત્માની ઘાત કરનારા છે. કષાયની મંદતા આ લેકમાં હજારો વિદ્ગોને નાશ કરનારી–પરમ શરણ છે. પરલોકમાં નરક, તિર્યંચ ગતિમાં પડતાં બચાવે છે, મંદ કષાયવાળા દેવલેકમાં કે ઉત્તમ મનુષ્યમાં ઊપજે છે.
જે પૂર્વ કર્મના ઉદય વખતે આર્ત કે રૌદ્ર પરિણામ કરશે તે ઉદીરણ પામેલાં એટલે સામટાં ઉદયમાં આવતાં કર્મને રોકવા તે કોઈ સમર્થ નથી, માત્ર દુર્ગતિનાં કારણ એવાં નવાં કર્મ વધારશે. કર્મને ઉદય થવામાં બાહ્ય સહકારી કારણરૂપ ક્ષેત્ર, કાળ, ભાવની સામગ્રી પ્રાપ્ત થયા પછી કર્મના ઉદયને ઈન્દ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધિ આદિ કઈ રેકવા સમર્થ નથી. રેગોના ઈલાજ તે ઔષધાદિક જગતમાં જોઈએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રેકવાને ઔષધાદિક સમર્થ નથી. ઊલટાં તે વિપરીત પરિણમે