________________
સમાધિ-પાન છે. આ જીવને અશાતા વેદનીય કર્મને તીવ્ર ઉદય હોય ત્યારે ઔષધ આદિક વિપરીત થઈને પરિણમે છે. અશાતાને મંદ ઉદય હેય કે ઉપશમ હેય ત્યારે દવા વગેરે ઉપકાર કરે છે. મંદ ઉદયને રેકવાને અ૫ શક્તિવાળા પણ સમર્થ છે. પ્રબળ ઉદયને રેકવાને અલ્પ શક્તિવાળા સમર્થ નથી. આ પંચમ કાળ કે કળિકાળમાં તે બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર આદિ સામગ્રી અલ્પ છે, જ્ઞાનાદિક અલ્પ છે, પુરુષાર્થ પણ અલ્પ જ છે અને અશુભને ઉદય આવવાની બાહ્ય સામગ્રી પ્રબળ છે તેથી અ૫ સામગ્રી અને અલ્પ પુરુષાર્થ વડે પ્રબળ અશાતાના ઉદયને કેવી રીતે જિતાય? જેવી રીતે પ્રબળ નદીનું પૂર પ્રબળ મોજાં ઉછાળતું આવતું હોય તેમાં કુશળ તારે પણ તરી શકે નહીં, પણ જ્યારે નદીના પૂરને વેગ મંદ પડે ત્યારે તરવાની કળાવાળો તરીને સામે કિનારે જાય છે, તેવી રીતે પ્રબળ કર્મને ઉદયમાં પિતાને અશરણરૂપ ચિંતવન કરે.
પૃથ્વી અને સમુદ્ર બન્ને બહુ વિસ્તારવાળાં છે પરંતુ પૃથ્વીને છેડે કંઈ પહોંચે અને સમુદ્રને તરવાને સમર્થ એવા પણ અનેક દેખીએ છીએ પરંતુ કર્મના ઉદયને તરી જવાને સમર્થ હોય તેવા દેખાતા નથી.
આ સંસારમાં એક સમ્યફજ્ઞાન શરણ છે, સમ્યફદર્શન શરણ છે, સમ્યફચારિત્ર શરણ છે તથા સમ્યકતપ-સંયમ શરણ છે. આ ચાર આરાધના વિના અનંતાનંત કાળમાં કઈ શરણ નથી. ઉત્તમ ક્ષમાદિક દશ ધર્મ પ્રત્યક્ષ સર્વ કલેશ, દુઃખ, મરણ, અપમાન, હાનિથી બચાવનાર છે. આ મંદ