________________
સસારભાવના
કષાયથી ઉત્પન્ન થતું ફળ તે સ્વાધીન સુખ, આત્મરક્ષા, ઉજજવલ યશ, ક્લેશરહિતપણું અને ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ છે. તે દેખીને મંદ કષાયનું શરણ ગ્રહણ કરા. પરલેાકમાં તેનું ફળ દેવગતિ છે. વ્યવહારમાં ચાર શરણાં છે; અદ્ભુત, સિદ્ધ, સાધુ અને કેવળી ભગવાને પ્રકાશેલે ધર્મ. આ શરણાં સિવાય આત્માની ઉજ્જવલતા પ્રાપ્ત થતી નથી. આ પ્રકારે અશરણુ ભાવના ભાવવી.
૭૭
૩. સંસારભાવના :—
આ સંસારમાં અનાદિકાળથી મિથ્યાત્વના ઉયે બેભાન થયેલે જીવ, સર્વજ્ઞ વીતરાગ જિનેન્દ્રે કહેલા સત્યાર્થ ધર્મની પ્રાપ્તિ વિના ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. સંસારમાં કર્મરૂપી મજબૂત બંધનથી અંધાયેલેા, પરાધીન થયેલે, ત્રસ-સ્થાવરમાં નિરંતર ધાર દુઃખ ભોગવતો, વારંવાર જન્મમરણ કરે છે. જે જે કર્માં ઉદયમાં આવી રસ આપે છે, તેના ઉદયને પેાતાનું સ્વરૂપ જાણી અજ્ઞાની જીવ પાતાના સ્વરૂપને ભૂલીને નવાં નવાં કર્મ બાંધે છે. કર્મના બંધનમાં પડેલા કોઈ જીવે કોઇ પ્રકારનું દુઃખ ભોગવવાનું બાકી રાખ્યું નથી. સર્વ પ્રકારનાં દુઃખા અનંતાનંત ભાગવતાં અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયા. આવાં દુ:ખથી ભરેલા અનંત પરિવર્તન સંસારમાં આ જીવે કર્યાં છે.
એવું કોઈ પુદ્ગલ પરમાણુ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીરરૂપે કે આહારરૂપે ગ્રહણ ન કર્યું હાય. અનંત જાતિનાં અનંત પુદ્ગલેનાં શરીર ધારણ કર્યાં છે, અને આહારમાં ભાજન–પાનરૂપે પણ ગ્રહણ કર્યાં છે.