________________
૭૮
સમાધિ-પાન ત્રણસે તેંતાળીસ ઘનરજજુપ્રમાણ લેકમાં એવા કેઈ ક્ષેત્રને એક પ્રદેશ પણ બાકી રહ્યો નથી કે જ્યાં સંસારી જીવે અનંતાનંત જન્મમરણ કયાં ન હોય.
ઉત્સર્પિણી, અવસર્પિણી કાળને એ કઈ એક સમય પણ બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર જમ્ય ન હોય અને મર્યો ન હોય.
નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિઓમાં આ જીવ જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યત સર્વ પ્રકારનાં આયુષ્ય ધારણ કરી કરી અનંતવાર જન્મે છે. એક અનુદિશ, અનુત્તર વિમાનમાં ઊપજ નથી; કેમકે એ ચૌદે વિમાનમાં સમ્યફદ્રષ્ટિ વિના બીજાને ઉત્પાદ નથી. સમ્યકદૃષ્ટિને સંસાર-પરિભ્રમણ નથી,
કર્મની સ્થિતિબંધનાં સ્થાન તથા સ્થિતિબંધનાં કારણ, અસંખ્યાત લેકપ્રમાણુ કષાય અધ્યવસાયનાં સ્થાન, તેનાં કારણ, અસંખ્યાત લેકપ્રમાણ અનુભાગબંધ અધ્યવસાય સ્થાન તથા જગતશ્રેણિના સંખ્યાતમા ભાગ જેટલાં સ્થાન એવા ભાવોમાંથી કોઈ ભાવ બાકી રહ્યો નથી કે જે સંસારી જીવને ન આવ્યો હોય. એક સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્રને યોગ્ય ભાવ થયા નથી. એ સિવાયના સમસ્ત ભાવે સંસારમાં અનંતાનંત વાર થાય છે. જિતેંદ્રના વચનના અવલંબનરહિત પુરુષોની મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિ કાળથી થઈ રહી છે. તેથી સમ્યફમાર્ગ ગ્રહણ કરતા નથી અને સંસારરૂપ વનમાં સર્વસ્વ ગુમાવી નિગોદમાં જઈ પહોંચે છે. નિગદ કેવી છે? ત્યાંથી