________________
સંસારભાવના અનંતાનંત કાળમાં પણ બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. કઈ વખત પૃથ્વીકાયમાં તે કઈ વખત જલકાયમાં, અગ્નિકાયમાં, વાયુકાયમાં, પ્રત્યેક કે સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્ત જ્ઞાનને નાશ થવાથી જડરૂપ થઈ, એક સ્પર્શ ઈદ્રિયદ્વારા કર્મના ઉદયને આધીન થઈને આત્મશક્તિરહિત, જીભ, નાક, આંખ, કાન આદિ ઇદ્રિ રહિત થઈ દુઃખમય લાંબો કાળ વ્યતીત કરે છે. બેઈદ્રિય, ત્રીઈદ્રિય, ચતુરિન્દ્રિય વિકલત્રય જીવ પણ આત્મજ્ઞાન રહિત, માત્ર રસના આદિ ઇદ્રિના વિષયેની અતિ તૃષ્ણના માર્યા ઊછળી ઊછળીને વિષયોને અર્થે પડી પડીને મરે છે. અસંખ્યાત કાળ વિકલત્રયમાં રહી ફરી એકેન્દ્રિયમાં એમ ફરી ફરી વારંવાર ઘટમાળના ઘડાની પેઠે નવીન નવીન દેહ ધારણ કરતે, ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ક્ષુધા, તૃષા, રોગ, વિયેગ, સંતાપ ભેગવતે, અનંતકાળથી પરિભ્રમણ કરે છે. આનું નામ સંસાર છે.
જેવી રીતે ઊકળતા આધણમાં ચેખા સર્વ તરફ ઊછળતા બફાય છે તેવી રીતે સંસારી જીવે કર્મના તાપથી બળતા, બફાતા પરિભ્રમણ કરે છે. આકાશમાં ઊડતાં પક્ષીએને બીજા જબરાં પક્ષી મારે છે; જળમાં તરતાં માછલાં આદિકને અન્ય મેટા મચ્છ આદિ મારે છે; સ્થળમાં ફરતાં મનુષ્ય, પશુ, આદિને જમીન ઉપરનાં સિંહ, વાઘ, સાપ આદિ દુષ્ટ તિર્યંચ, તથા ભીલ, મ્લેચ્છ, ચેર, લૂંટારા, શિકારી, મહા નિર્દય મનુષ્ય કે પશુ મારે છે. આ સંસારમાં સર્વ સ્થાનમાં નિરંતર ભય પામી નિરંતર દુઃખમય પરિભ્રમણ જ કરે છે. જેવી રીતે શિકારીના ત્રાસથી ભય પામીને