________________
સમાધિ-પાન દોડતું સસલું, અજગરના ઉઘાડેલા મુખમાં દર જાણુને પ્રવેશ કરે છે, તેવી રીતે અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, ક્રોધાદિ તથા ઇદ્રિના વિષયેની તૃષ્ણાના તાપથી ત્રાસીને સંતાપ પામીને વિષય આદિરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરે એ જ સંસારરૂપ અજગરનું મુખ છે, તેમાં પ્રવેશ કરીને પિતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તા આદિક ભાવપ્રાણોને નાશ કરીને નિગદમાં અચેતન જે થઈ અનંતવાર જન્મ મરણ કરતે અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય જ છે. જ્ઞાનાદિને અભાવ થયે ત્યારે નાશ જ પામે. નિગેદમાં અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન છે, તે સર્વ દીઠું છે. ત્રસ પર્યાયમાં પણ જેટલી જાતનાં દુઃખ છે, તે સર્વ પ્રકારનાં દુઃખ અનંતવાર ભેગવે છે એવું કોઈ પ્રકારનું દુઃખ નથી કે જે આ જીવે નથી ભેગવ્યું. આ સંસારમાં આ જીવ અનંત ભવ દુઃખમય પામે ત્યારે કેઈ એક વાર ઈદ્રિયનાં સુખ મળે તે ભવ પામે છે. ત્યાં પણ વિષયની તૃષ્ણાના સંતાપ સહિત, ભયશંકાવાળું અલ્પ આયુષ્ય હોય છે. ફરી અનંત ભવ દુઃખના ભેગવે છે. પછી કોઈ એક વાર ઇદ્રિનાં સુખ મળે તે ભવ કદાચિત્ પામે છે.
ચારે ગતિનું કંઈક સ્વરૂપ પરમાગમને અનુસરીને ચિંતવન કરીએ છીએ. નરકગતિ :
નરકની સાત પૃથ્વીઓ છે (સાત પાતાળ છે). તેમાં ઓગણપચાસ પટલ (પ્રસ્તર–થર-માળ) છે, તે બધાં