________________
સંસારભાવના
પટલમાં ચોરાશી લાખ બિલ (નારકીને રહેવાનું સ્થાન) છે. તેને જ નરક કહીએ છીએ. તેની ભીંતે, છત અને ભૂમિ વજીમય હોય છે. કોઈ કેઈ બિલ અસંખ્યાત યોજન લાંબાં પહોળાં હોય છે, કેઈ સંખ્યાત યોજન લાંબાં પહોળાં હોય છે. તે દરેક બિલની છતમાં નારકી ઇવેને ઉત્પન્ન થવાનાં સ્થાન છે. ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડા મેંનાં, ઊંધાં મુખવાળાં તે સ્થાન છે. તેમાં ઊપજ નારકી નીચે માથું અને ઊંચે પગ એવી રીતે નીચે વજઅગ્નિમય પૃથ્વી ઉપર પડી, જેરથી પડેલી રબરની દડી વારંવાર ઊછળે તેમ ઊછળે છે, આળોટે છે. નરકની ભૂમિ કેવી હોય છે? અસંખ્યાત વીંછીના ડંખથી ઉત્પન્ન થતી વેદના કરતાં અસંખ્યાત ગુણ વેદના ઉત્પન્ન કરનાર તે ભૂમિને સ્પર્શ છે. ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીસ લાખ બિલ, તથા પાંચમી પૃથ્વીનાં બે લાખ બિલ મળી બેંતાળીસ લાખ બિલમાં કેવલ અગ્નિની ઉષ્ણ વેદના છે. નરકની ઉષ્ણતા જણાવવા જે કઈ પદાર્થ અહીં દેખવામાં, જાણવામાં આવતું નથી, કે તેની ઉપમા આપી ખ્યાલ આપી શકાય. તેપણ ભગવાનનાં કહેલાં શાસ્ત્રોમાં તે ઉષ્ણતાનું આ પ્રકારે અનુમાન કરાવ્યું છે, કે લાખ યેજન ઊંચા પર્વત જેવડે મેટો લેખંડને ગોળે ઊંચેથી નરકમાં પડતું મૂકીએ તે નરકની ભૂમિ ઉપર પહોંચતાં પહેલાં નરક ક્ષેત્રની ઉષ્ણતાને લીધે રસરૂપ થઈ તે વહી જાય.
પાંચમી પૃથ્વીના ત્રીજા ભાગના અને છઠ્ઠી, સાતમી પૃથ્વીનાં શીત બિલમાં ટાઢની એટલી તીવ્ર વેદના છે કે, લાખ યેજન જેવડે લેખંડને ગળે ત્યાં જમીન ઉપર