________________
• સમાધિ પાન મૂકીએ તે ક્ષણમાત્રમાં ઠંડીથી બંડખંડ થઈ વીખરાઈ જાય. આવી ગરમીની તથા ઠંડીની વેદનાવાળી નરકમાં કર્મને આધીન જીવે ઘોર દુઃખ અસંખ્યાત કાળ પર્યત ભેગવે છે. આયુષ્ય પૂરું થયા વિના મરણ થતું નથી. શીત ઉષ્ણ વેદના ઉપરાંત ભૂખની વેદના એટલી બધી છે કે, આખા જગતની માટી, પથરા આદિ ખાઈ જાય તે પણ ભૂખનું દુઃખ મટે નહીં. તેમ છતાં એક કણ જેટલું પણ ભક્ષણ કરવાનું ત્યાં મળતું નથી. તરસની વેદના એટલી બધી છે કે, સર્વ સમુદ્રોનું પાણી પી જાય છતાં તરસની વેદના મટે નહીં. પણ ત્યાં એક ટીપું પણ પાણી પીવાને મળતું નથી. કરડે રેગોની ઘર વેદના ત્યાં એકી વખતે ઉત્પન્ન થાય છે. નવા નારકીને દેખીને મહા ભયંકર રૂપવાળા અનેક હથિયારવાળા હજારે નારકી, “મારે, ફાડે, ચીરે, છેદો” એવા ભયંકર અવાજે કરતા તરફથી મારવા આવે છે. તે નારકી કેવા હોય છે? નાગા, ખડબચડા અને લુખા શરીરવાળા, ભયંકર, કાળા રંગના, લાલ, પીળી અને વાંકી આંખો વડે ક્રૂર દેખાતા, ફાડેલાં મેંવાળા, લહલહાટ કરતી વિકરાળ જીભવાળા, કરવત જેવા તીક્ષણ અને વાંકા દાંતવાળા, ઊંચા, લાલ, પીળા અને જાડા વાળવાળા, તીણ નખથી ભયંકર, મહા નિર્દય, હુંક સંસ્થાનવાળા છે. તે નારકીઓ આવીને મુગર, મુસંડીથી માથાનું ચૂર્ણ કરે છે. જેમ જલથી ભરેલા કુંડમાંના પાણીને મુસલ આદિથી કૂટીએ તે પાણી ઊછળીને તે જ કુંડમાં ભેગું આવીને મળી જાય છે. તેમ નારકીના શરીરના કટકે કટકા કરી એને ચૂર્ણ કરીએ તેપણુ શરીરના અવયવે છૂટા પડી સિંધાઈ જાય છે. આયુષ્ય પૂરું થયા વિના મરણ થતું નથી.