________________
સંસારભાવના
૮૩ તરવારથી કટકા કરે છે, કરવતથી વહેરે છે, કુહાડાથી ફાડે છે, વાંસલાથી છોલે છે, ભાલાથી વધે છે, શૂળીમાં પરવે છે, પેટ વગેરે મર્મસ્થાન કાપે છે, ફાડે છે, આંખે ઉખાડે છે, તાવડામાં શેકે છે, કઢાઈમાં રાંધે છે, ઘાણીમાં પીલે છે. એવી રીતે પરસ્પર નારકી છે જે માર, ત્રાસ, દુઃખ દે છે તે કેઈ, કરડે જીભે કરોડો વર્ષ પર્યત કહે તે પણ એક ક્ષણ વારનું નરકનું દુઃખ કહેવાને સમર્થ નથી. - નરકમાં જે દુઃખદાયક સામગ્રી છે, તેનું એક ક્ષણ માત્રનું દુઃખ પણ આ લેકમાં નથી. નરકભૂમિની સામગ્રી અને નારકીઓનાં વિકરાળ રૂપ જે કઈને સ્વમમાં એક ક્ષણ વાર દેખાડીએ તે ભય પામી પ્રાણ ત્યજે, મૃત્યુ પામે.
નારકી ની રસ સામગ્રી એવી કડવી છે કે, કાળીજીરી, ઝેર અને હલાહલમાં પણ એવી કડવાશ નથી. નારકી જીના દેહાદિકમાંથી એક કણ પણ અહીં આવે, તે તેની કડવી ગંધથી અહીંના હજારે પંચેન્દ્રિય પ્રાણી મરી જાય. નરકની માટી એવી ગંધાતી છે કે, જે સાતમી નરકની માટીને એક કણ અહીં આવી જાય તે ચારે તરફની સાડી
વીશ કેશના પંચેન્દ્રિય જી દુર્ગધમાં મરણ પામે. એક એક નરકપટલની મૃત્તિકાની દુર્ગધમાં અડધો અડધો કેશવિશેષ સુધીનાં દૂરનાં પ્રાણીને મારવાની શક્તિ હોય છે તેથી ઓગણપચાસમા પટલની મૃત્તિકાની દુર્ગધમાં સાડીવીસ કોશ પર્યંત મારણશક્તિ કહી છે.
નરકમાં વૈતરણી નદી છે. તેના પાણીના સ્પર્શમાત્રથી નારકીનાં શરીર ફાટી જાય છે. તેમાં ખાર, વિષ અને અગ્નિમાં