________________
૮૪
સમાધિ પાન કકડાવેલું તેલ રેડતાં જ અત્યંત પીડા ઊપજે છે. ત્યાંને પવન એ હોય છે કે, અહીંના પર્વતને તેને સ્પર્શ થતાં જ તે ભસ્મ થઈ ઊડીને જગતમાં વીખરાઈ જાય. નરકની વજી અગ્નિને ધારણ કરવાને અહીંની પૃથ્વી, પર્વત, સમુદ્ર કઈ સમર્થ નથી. તેને સ્વરૂપનું શું વર્ણન કરીએ ? નારકીના શબ્દો એવા ભયંકર અને કઠેર છે કે, જે તેને અહીંના હાથી કે સિંહ સાંભળે તે તેનું હૃદય ફાટી જાય. પણ ત્યાં નારકીઓનાં કર્મ સાગરોપમનાં આયુષ્ય સુધી તેમને મરવા દેતાં નથી.
નિરંતર “માર માર” શબ્દ ત્યાં સંભળાય છે. રડે છે, પકડે છે, બાંધે છે, દેડે છે, ઘસડે છે, કચરી ચૂરે કરે છે, પરંતુ અંગ પાછું પારાની પેઠે એકરૂપ થતું જાય છે. ત્યાં કઈ બચાવનાર નથી, દયા લાવનાર કોઈ નથી, રાજા નથી, મિત્ર નથી, માતા નથી, પિતા નથી, પુત્ર નથી, સ્ત્રી નથી, કે કુટુંબ આદિ કેઈ ત્યાં નથી. કેવળ પાપનું ફળ ભેગવવાનું હોય છે. કેઈ સંતાવાનું સ્થાન નથી. જેને પિતાનાં દુઃખ, દરદ કહીએ એવું કોઈ મળે નહીં, માત્ર ક્રૂર પરિણામી, મહા ભયંકર પાપી ત્યાં હોય છે. જેવી રીતે અહીં દુષ્ટ કૂતરાં આદિ પ્રાણુઓને બીજાં કૂતરાં આદિને દેખતાં જ વેર થાય છે, તેવી રીતે નારકી જીને પણ વગર કારણે પરસ્પર વેર થાય છે. દુઃખમાંથી નાસીને જંગલમાં જાય, ત્યાં શામલી વૃક્ષ આદિનાં પાંદડાં, અહીં શરીરને વાંસલા કે કુહાડા વડે જેમ કાપે, તેવી રીતે ઉપર પડીને અંગ છેદે છે, કાપે છે. વનમાંથી કે ગુફામાંથી સિંહ, વાઘ આદિક નીકળીને અંગ