________________
સંસારભાવના
ફાડી નાખે છે. વામય ચાંચવાળાં ગીધ આદિ પક્ષી નારકીનાં અંગને ચરે છે, નેત્ર આદિ ઉપાડે છે, પેટ ફાડી આંતરડાં કાઢી લે છે. નરકમાં તિર્યંચ નથી હોતાં, તથાપિ નારકી વિકિયા વડે તિર્યંચરૂપ થઈ જાય છે. નારકીને અનેક શરીર એક સાથે કરવારૂપ વિકિયાશક્તિ નથી. સિંહ, વાઘ, કૂતરા, ઘૂવડ કે કાગડા આદિકનું એક શરીર એક કાળે ધારણ કરે છે. નારકીને શુભ કરવું હોય તેય શુભ થઈ શકતું નથી. માત્ર પિતાને અને પરને દુઃખદાયી પરિણામ કે દેહવેદના વિકિયા વડે ઉત્પન્ન કરવા સમર્થ છે. સુખ કરનારી વિક્રિયા થઈ શકતી નથી. સુખપ્રદ પરિણામ પણ થતાં નથી. સુખ આપે તે દેહ કે વેદના પણ બની શકે નહીં એ ક્ષેત્રના નિમિત્તે ક્ષેત્રવિપાકી પાપકર્મને ઉદય છે. નરકમાં નારકી જીને મારવાનાં જુદી જુદી જાતનાં હથિયાર જેવાં કે, શૂળી, ઘાણ, યંત્ર, શેકવાનાં તળવાનાં અને રાંધવાનાં અનેક પ્રકારનાં દુઃખદાયી લેખંડનાં વાસણે, ક્ષેત્રના સ્વભાવથી જ છે; જ્યાં સુખદાયી સામગ્રી સ્વમમાં પણ નથી હોતી, જ્યાં લેઢાની ધગધગતી પૂતળીમાંથી જવાળા નીકળતી હોય છે, જેને સ્પર્શ મહાવેદના ઉત્પન્ન કરનાર હોય છે, તે પૂતળી ઊછળીને નારકીને પકડે છે, ભેટે છે. તેને સ્પર્શ કરડે વીંછીના ડંખ સમાન છે, વાગ્નિ સમાન છે, ઝેરી શસ્ત્રના ઘાથી અસંખ્યાત ગુણ વેદના કરનાર છે. નરકમાં જે દુઃખદાયી સામગ્રી છે તેને સ્વભાવ વગેરે દેખાડવાને, અનુભવ કરાવવાને સમસ્ત મધ્યલકમાં કઈ વસ્તુ દેખાતી નથી. પરંતુ એ પ્રકારને કંઈક ખ્યાલ આવે તેટલા માટે કેટલીક વસ્તુઓનું વર્ણન કરીએ છીએ.