________________
સમાધિ-સે પાન નારકી જીનાં દુખ તે સાક્ષાત્ ભગવાનનું કેવળજ્ઞાન જાણે છે. તથા નારકી થઈને આ જીવ ભગવે છે ત્યારે જાણે છે. નારકીને દેહ લેહી, માંસ, હાડ, ચામડી આદિ સાત ધાતુમય નથી. પરંતુ એનાં દેહનાં પુદ્ગલ ઊંટ, કૂતરાં, બિલાડાં આદિનાં સડેલાં શબના કરતાં અસંખ્યાત ગણ ગંધાતાં હોય છે; અસંખ્યાતગુણ દુગંછા ઉત્પન્ન કરાવનારાં, જેવાં ના ગમે એવાં હોય છે. તેનું સ્વરૂપ જોયું જાય એમ નથી, સાંભળ્યું જાય એમ નથી. તેની ગંધ સુંઘી જાય એમ નથી. મનુષ્યાદિ તે દેખતાં જ કે દુર્ગધ આવતાં જ પ્રાણ રહિત થઈ જાય.
પૂર્વ જન્મમાં એવાં કોઈ માઠાં પરિણામથી નરકનું આયુષ્ય બાંધી જીવ નરકમાં ઊપજે છે. અસંખ્યાત કાળપર્યંત નરકમાં દુઃખ ભેગવે છે. બહુ પાપ કરનારા, ઘણું પરિગ્રહમાં આસક્તિવાળા, ઘોર હિંસાનાં પરિણામવાળા, વિશ્વાસઘાતી, ગુરુદ્રોહી, ધર્મદ્રોહી, કરેલા ઉપકારને ઓળવનાર-કૃતઘ્રી, પરધનના અને પરસ્ત્રીને લેલુપી, અન્યાયમાગી, ધર્માત્મા કે ત્યાગીજનેને કલંક લગાડનાર, મુનિને ઘાત કરનારા, ગામ બાળનારા, ઘાસ તરણદિમાં કે વૃક્ષોમાં અગ્નિ મૂકનારા, દેવદ્રવ્ય ચેરનારા, તીવ્ર કષાયવાળા, અનંતાનુબંધી કષાયના ધારક, કૃષ્ણલેશ્યાવાળા, સારે આહાર મળતું હોય તો પણ જીભની લંપટતાને લઈને માંસ ખાનારા, દારૂ પીનારા, વેશ્યાના પ્રેમમાં પડેલા, બીજાના વિધ્રમાં સંતોષ માનનારા, તીવ્ર લેબી, દુરાચારી, મિથ્યાત્વી, અભક્ષ્ય અને અન્યાયની પ્રશંસા કરનારા, ખેરાકમાં ઝેર વગેરે ભેળવનારા, ઝેરી વનસ્પતિ ઉપજાવનારા અને તેને વેપાર કરનારા, વનમાં