________________
૮૭.
સંસારભાવના દાવાગ્નિ લગાડનાર, જીને વાડામાં પૂરી બાળી નાખનારા અને હિંસક કાર્યની પરંપરા ચલાવનારા છે નરકે જાય છે.
નરકમાં અંબાબરીષાદિ પરમાધમી દુષ્ટ અસુરકુમાર ત્રીજી પૃથ્વી સુધી જઈને પરસ્પર લડાવે છે. કોઈ નારકીને ત્રીજી પૃથ્વી સુધીમાં પૂર્વને સંબંધી દેવ આવી ધર્મને ઉપદેશ પણ દે છે; કોઈ પિતાનાં પૂર્વનાં પાપની નિંદા કરે છે, ભારે પશ્ચાત્તાપ કરે છે, “મને પૂર્વે સત્પરુષેએ ઘણું ઘણું શિખામણ દીધી હતી કે, અરે ! અનીતિને માર્ગ ન ચાલે, એ આદિ ઘણે ઉપદેશ પણ દીધો હતો. પરંતુ વિષયકષાયના મદથી આંધળા થઈને મેં પાપીએ તે શિખામણ માની નહીં. હવે દૈવબળ (પ્રારબ્ધ) અને પુરુષાર્થબળ રહિત હું શું કરું ? જે પાપી, દુરાચારી, પાપમાં પ્રેરણા કરનારા, વ્યસની અને અનીતિને પિષનારા લોકેએ મને નરકે નાખે તે દેહ છોડીને ક્યાં ગયા તેની ખબર નથી. મારી સાથે તે કઈ દેખાતા નથી. મારું ધન ભેગવવામાં, વિષય સેવવામાં સાથે રહેતા એવા પાપમાં પ્રેરનાર મિત્ર, પુત્ર, બાંધવ, સ્ત્રી પરિવાર આદિને હવે ક્યાં દેખવાનાં ?” આ પ્રકારે અવધિજ્ઞાનથી જાણી, પૂર્વભવમાં કરેલાં દુરાચરણને પશ્ચાત્તાપ કરતા કોઈ ઘેર માનસિક દુઃખ ભેગવે છે. કેઈ મહાભાગ્યશાળીને સમ્યક્દર્શન પણ થાય છે. નરકના ભવને લઈને કષાય અને દુઃખ એની મેળે ઉત્પન્ન થાય છે. પિતે કોઈને મારવાને અભિપ્રાય રાખતું નથી, તે પણ કષાયની પ્રબળતા કર્મને ઉદયને લઈને રેકી શકાતી નથી. હાથ વગેરે આપોઆપ શસ્ત્રરૂપ પરિણમે છે.