________________
સમાધિ-પાન નારકી જીવેને એક ક્ષણ એટલે વિસામે નથી, ઊંઘ નથી. ભૂમિના સ્પર્શનું દુઃખ પણ કેવળી જાણે છે. અતિ તીવ્ર કર્મના ઉદયમાં કેઈ શરણ નથી. શરણ મેળવવા ઈચ્છે અને શેઠે પણ ત્યાં કેઈ દયાવાળા દેતા નથી. સર્વ કૂર, નિર્દયી, ભયંકર, ઉગ્ર દેહ ધારણ કરનારા, અંગારા જેવી બળતી આંખવાળા, ભયંકર અશુભ ધ્યાન કરાવનારા, કોઇ ઉપજાવનારા ઘેર નારકી છે. તે નારકીઓના મતાવિલાપ, રુદન, માર અને ત્રાસના ઘેર શબ્દો ત્યાં સંભળાય છે, “અહે! જ્યારે મનુષ્યપણુમાં હું સ્વાધીન હતું, ત્યારે મેં આત્મકલ્યાણ ન કર્યું; હવે દેવ અને પુરુષાર્થ બન્ને શક્તિથી રહિત હું શું કરું? પૂર્વે જે જે નિંદવા લાયક કર્મો કયાં છે તે બધાં યાદ કરતાં જ મારું હૃદય બળે છે. જે દુઃખ એક નિમિષ માત્ર સહ્યું જતું નથી, તે અહીં સાગરેપમ સુધી કેવી રીતે સહન થશે? જેમને અર્થે પાપકર્મ કર્યા તે સેવક, સ્ત્રી, પુત્ર, બાંધે અહીં ક્યાં છે? એ તે ધન હતું ત્યારે વિષય ભેગવવામાં સાથે હતાં. હવે આ દુઃખમાં ક્યાં મળે ? આવાં દુઃખમાંથી બચાવનાર તે એક દયામૂળ ધર્મ છે. એ ધર્મ મેં પાપીએ ઉપાર્જન કર્યો નહીં. પરિગ્રહરૂપ ભૂતના વળગાડને લઈને બેભાન થયેલા મેં એમ જાણ્યું નહીં કે, કાળરૂપ સિંહને પંજે લાગતાં એક ક્ષણમાં મરીને હું નરકે જઈશ.” ઈત્યાદિ મનમાં સંતાપ થવાથી ઘેર દુઃખ ભેગવે છે. પૂર્વભવે અન્ય પ્રાણીઓને કાપીને માંસ ખાધું છે, તેથી તેને તેના શરીરને કાપી કાપીને ખવરાવે છે. પૂર્વે મદિરા પીધી, અભક્ષ્ય ખાધાં છે તેને અનેક નારકી તાંબા કે લેઢાને ગાળેલે રસ સાણસીથી મેં ફાડીને પાય છે. જે