________________
સંસારભાવના
૮૯ પરસ્ત્રીના લપટી હતા, તેમને વજઅગ્નિમય પૂતળાં બળાત્કારે પકડી ઘણા કાળ સુધી આલિંગન કરે છે. આંખના પલકારા જેટલે કાળ પણ ત્યાં સુખ નથી. જે કદાપિ ક્ષણવાર કઈ ભૂલી જાય, તે દુષ્ટ પરમાધમી અસુર પ્રેરણું કરે છે કે નારકી પરસ્પર પ્રેરણું કરે છે. વધારે શું કહીએ? અસંખ્યાત પ્રકારનાં દુઃખ અસંખ્યાત કાળ પર્યત નરકમાં નારકી ભગવે છે.
સંસારમાં જીવને ઉદ્ધાર કરનાર એક ધર્મ છે, તે ધર્મ સેવ્યો નહીં, તે નરકમાં કેણ રક્ષા કરે? ધન, કુટુંબ આદિક કોઈ જીવની સાથે જતાં નથી. પિતાના શુભાશુભ ભાવથી બાંધેલાં પુણ્ય કે પાપ કર્મ સાથે રહે છે. કામભેગની ઇન્દ્રિય અને જીભ ઇન્દ્રિયના વિષયને લુપી હોય છે તે નરકાદિ ગતિમાં દુઃખને પાત્ર થાય છે. આ પ્રકારે અનેક વાર નરકે જઈને ઘોર દુઃખ ભેગવ્યાં છે. તિર્યંચ ગતિ :
તિર્યંચ ગતિમાં પણ અનંતકાળનું પરિભ્રમણ છે, અને દુઃખને કંઈ પાર નથી; માત્ર દુઃખમય જીવન છે. પૃથ્વીકાય –
' પૃથ્વીકાયમાં આ જીવ ખેદાય છે, બળાય છે, કચરાય છે, એગળાય છે, ફડાય છે, છેદાય છે. એમ અનેક પ્રકારનાં દુઃખ પામે છે. ત્યાં કેણ રક્ષા કરે ? જલકાય –
જલકાયમાં આ જીવ ઊકળાય છે, બળાય છે, મસળાય છે, અન્યમાં મેળવાય છે, પિવાય છે, ઝેર–ક્ષાર કડવાશમાં
વિગત ગી