________________
૯૦
સમાધિ-સે પાન ભેળવાય છે. તપાવેલી લેઢા વગેરે ધાતુ તથા પથ્થર ઉપર રેડાતાં ઘોર દુઃખને શબ્દો કરતે બળાય છે, પર્વત ઉપરથી પડતાં શિલાપર પછડાય છે, લાકડી વડે કુટાય છે. અંગારા ઉપર રેડાય છે, ઉનાળામાં તપેલી જમીન, ધૂલ, વગેરે ઉપર છંટાય છે. એમ વિવિધ દુખે જીવ સહન કરે છે. પણ કેઈ એની દયા ખાનાર નથી. પૂર્વ ભવમાં દયાધર્મનું પાલન ન કરવાથી આ ભવમાં તેના ઉપર કોઈ દયા કરતું નથી. અગ્નિકાય –
1. અગ્નિકાયમાં પણ આ જીવ દબાતાં, એલાતાં, કુટાતાં, છેદતાં આદિ અનેક ક્રિયા-પ્રકારમાં ઘોર દુઃખથી પીડાય છે. કેણ રક્ષા કરે ? પવનકાય –
વાયુકાયમાં આ જીવ પર્વતનાં કઠણ પડખાં ઉપર નિરંતર પછડાય છે, ચામડાની ધમણથી અગ્નિમાં ધમાય છે, વીંઝણ, પંખા કે વસ્ત્રથી પટકારાય છે, વૃક્ષોને પછાડાથી અથડાય છે, પછડાય છે; એમ દુઃખસમૂહને અનેક પ્રકારે વેદે છે. વનસ્પતિકાય:
સાધારણ વનસ્પતિકાયમાં એકની ઘાત થતાં અનંત જીવોની ઘાત થાય છે. એવી ઘાતથી વારંવાર મરણ ઇત્યાદિક અનેક દુખે જે જીવ ભગવે છે તે તે જ્ઞાની જ જાણે છે. પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ આ જીવ કપાય છે, છેદાય છે, છોલાય છે, સમારાય છે, રંધાય છે, ચવાય છે, તળાય છે, ઘી, તેલ, વગેરેમાં છમકારાય-વઘારાય છે, વહેંચાય છે,