________________
સમાધિ પાન જે જે પદાર્થો આંખે દેખાય છે તે સર્વ નાશ પામવાના છે. તેમને દેખનારી ઇન્દ્રિયે પણ અવશ્ય નાશ પામવાની છે. આત્માના કલ્યાણ માટે ઝટ ઉદ્યમ કરે. જેવી રીતે એક નાવમાં અનેક દેશનાં અનેક જાતિનાં મનુષ્ય એકઠાં મળી બેસે છે. પછી કિનારે ઊતરી પિત પિતાનાં દેશ ચાલ્યાં જાય છે, તેવી રીતે કુળરૂપી નાવમાં અનેક ગતિમાંથી આવેલાં પ્રાણી એકઠાં આવી વસે છે, પછી આયુષ્ય પૂરું થયે પિતપિતાનાં કર્મ પ્રમાણે ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય છે. જે દેહને લઈને સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ આદિ સાથે સંબંધ માની રાગી થઈ રહ્યા છે તે દેહ અગ્નિથી ભસ્મ થઈ જશે, અથવા માટીમાં મળી જશે, અથવા ગીધ, શિયાળ ખાશે તે વિષ્ટારૂપ થઈ જશે, કે સડી જશે તે કીડાનું ઘર બનશે. એકેક પરમાણુ જમીન કે આકાશમાં અનંત પ્રકારે વિખરાઈ જશે. પછી ફરી ક્યાં મળશે? ફરી તેમની સાથે સંબંધ નહીં મળે. એમ નકકી છે, તે પછી સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબ આદિમાં મમતા રાખી ધર્મ બગાડે એ મહા અનર્થ છે. જે પુત્ર, સ્ત્રી, ભાઈ, મિત્ર, સ્વામી, સેવક આદિની ભેગા રહી સુખે જીવવાની ઈચ્છા રાખે છે, તે સમસ્ત કુટુંબ શરબતુનાં વાદળાંની પેઠે વીખરાઈ જશે. અત્યારે જે સંબંધ દેખાય છે તે ટકી નહીં રહે, જોતજોતામાં વિખરાઈ જશે. એ નિયમ જાણે.
રાજ્ય માટે, જમીન માટે, હાટ, હવેલી, મકાન કે આજીવિકા અર્થે હિંસા, જૂઠ, છળકપટમાં પ્રવર્તન કરે છે, ભેળા લેકને ઠગે છે, જોરાવર થઈને નિર્બળને મારે છે, લૂંટે છે, તે સર્વ પરિગ્રહ (ધનાદિ તમારી સાથે સંબંધ