________________
અનિત્યભાવના ભાવ પામ્યા છે. આ ભાવનાઓ વૈરાગ્યની માતા છે. સર્વ જેને હિતકારી છે. અનેક દુઃખોથી પીડાતા સંસારી જીવને ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી બળતા જીવોને કમળના વનની વચમાં નિવાસ સમાન શીતળ છે. પરમાર્થને પંથને દેખાડનારી છે. તને નિર્ણય કરાવનારી છે. સમ્યક્દર્શનને ઉપજાવનારી છે, એશુભ ધ્યાનને નાશ કરનારી છે. આના જેવું આ જીવને બીજું કંઈ હિતકારી નથી. બારેય અંગને સાર છે.
૧. અનિત્યભાવના :
દેવ, મનુષ્ય, તિર્યંચ એ સર્વ દેખતા દેખતામાં જળના પરપોટાની પિઠે, અથવા ઝાકળના સમૂહની પિઠે નાશ પામે છે જોતજોતામાં વિલય પામી ચાલ્યા જાય છે. આ બધી રિદ્ધિ, સંપત્તિ, પરિવાર સ્વપ સમાન છે. સ્વમમાં દીઠેલા પદાર્થો જેમ નાશ પામે છે, તેમ આ બધા પદાર્થો નાશ પામે છે, ફરી દેખાતા નથી. આ જગતમાં ધન, જુવાની, જીવન, પરિવાર બધાં ક્ષણભંગુર છે. સંસારી મિથ્યાવૃષ્ટિ જવ એને જ પિતાનું સ્વરૂપ, પિતાનું હિત જાણી રહ્યો છે. પિતાના સ્વરૂપની ઓળખાણ હોય તે પરને પિતાનું કેમ માને? સમસ્ત ઇદ્રિથી થતાં સુખ જે નજરે દેખાય છે, તે મેઘધનુષ્યના રંગની પેઠે જોતજોતામાં નાશ પામે છે. જુવાનીને વેગ સંધ્યાકાળને લાલ રંગની પેઠે ક્ષણક્ષણમાં નાશ પામે છે. આ મારું ગામ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ એવા વિકલપ કરવા એ મહામહને પ્રભાવ છે.