________________
પ્રવચનભક્તિ ભાવના
૨૩૫ સંસારમાંથી ઉદ્ધાર કરનાર, રત્નત્રયનું સ્વરૂપ પ્રાપ્ત થવાને ઉપાય પરમાગમમાં છે. ગૃહસ્થ ધર્મની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ચર્યાનું, શ્રાવકની વ્રત–સંયમાદિ વ્યવહાર–પરમાર્થરૂપ પ્રવૃત્તિનું, ગૃહત્યાગી મુનિઓના મહાવ્રત આદિ અઠ્ઠાવીશ મૂળ ગુણે અને ચેરાશી લાખ ઉત્તર ગુણે, સ્વાધ્યાય, ધ્યાન, આહાર, વિહાર, સામાયિક આદિ ચારિત્ર ચર્યાનું, ધર્મ ધ્યાન, શુલ ધ્યાન આદિનું, સલ્લેખના મરણનું, સર્વ આચારનું, ચૌદ ગુણસ્થાનના સ્વરૂપનું, ચૌદ જીવસમાસનું, ચૌદ માર્ગણુઓનું, જીની એક કરેડ સાડી નાણું લાખ કુલ કેડી અને ચેરાસી લાખ જાતિનાં નિસ્થાનનું, ચાર અનુયેગ, ચાર શિક્ષાવ્રત, ત્રણ ગુણવ્રતનું, ચાર ગતિના ભેદનું, સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યફચારિત્રનું સ્વરૂપ ભગવાને પ્રરૂપેલાં આગમથી જ જાણીએ છીએ. બાર ભાવનાઓ, બાર તપ, બાર અંગ, ચૌદ પૂર્વ અને ચૌદ પ્રકીર્ણકોનું, ઉત્સર્પિણ, અવસર્પિણ કાળના ફેરફારનું, તેમાં છ છ ભેદરૂપ (છ આરાના) કાળમાં પદાર્થની પરિણતિના ભેદોનું સ્વરૂપ આગમથી જ જાણીએ છીએ. કુલકર, તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, ઈત્યાદિની ઉત્પત્તિ, પ્રવૃત્તિ, ધર્મતીર્થનું પ્રવર્તન, ચક્રવર્તીનું સામ્રાજ્ય, વાસુદેવ વગેરેના વૈભવ, પરિવાર, ઐશ્વર્ય, જીવાદિ દ્રવ્યોનો પ્રભાવ આગમથી જ જાણીએ છીએ. તેથી આગમના ભક્તિપૂર્વક સેવન વિના મનુષ્ય જન્મ પણ પશુ સમાન છે.
ભગવાન સર્વજ્ઞ વીતરાગે અનંતાનંત ભૂત, ભવિષ્ય. વર્તમાન કાળના પર્યાયે સહિત કમરહિત એકી વખતે એક