________________
૨૩૬
સમાધિ-સાપાન
સમયમાં સમસ્ત લેાક–અલાકને હથેળીની રેખાએ પેઠે પ્રત્યક્ષ જાણી દેખીને તેનું સ્વરૂપ પ્રરૂપ્યું છે. તેની દ્વાદશાંગી રૂપે રચના સાત ઋદ્ધિ અને ચાર જ્ઞાનના ધારણ કરનાર ગણધરદેવે પ્રગટ કરી છે.
દેવાધિદેવ, પરમપૂજ્ય, ધર્મતીર્થ પ્રવર્તાવનાર, અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખરૂપ અંતરંગ લક્ષ્મી અને સમવસરણ આદિ બહિરંગ લક્ષ્મીથી શોભતા, ઇંદ્રાદિ અસંખ્ય દેવાના સમૂહ વડે વંદાતા, ચેાત્રીસ અતિશયા, આઠ પ્રાતિહાર્યાં વગેરે અનુપમ ઋદ્ધિવાળા, ક્ષુધાતૃષાદિ અઢાર દોષ રહિત, સર્વ જીવેાના પરમ ઉપકારી, લોકાલોકના અનંત ગુણ પર્યાયાના ક્રમરહિત યુગપત્ જ્ઞાનના ધારક, અનંત શક્તિના ધારક, સંસારમાં ડૂબતા પ્રાણીઓને હસ્તાવલંબન દેનારા, સર્વ જીવા પ્રત્યે દયાળુ, પરમાત્મા, પરમેશ્વર, પરબ્રહ્મ, પરમેષ્ઠી, સ્વયંભૂ, શિવ, અજર, અમર, અદ્ભુત આદિ નામથી પ્રખ્યાત, અશરણુ પ્રાણીઓના પરમ શરણુ, છેલ્લા પરમ ઔદારિક દેહમાં બિરાજતા, ગણધર આદિ મુનીશ્વરાને વંદનાયેાગ્ય અને કંઠ, તાળવું, હાઠ, જીભ આદિના હલનચલન રહિત, પેાતાની ઇચ્છા વિના અનેક પ્રાણીઓના પુણ્યપ્રભાવથી ઊપજેલી, આર્ય અનાર્ય સર્વ દેશનાં પ્રાણીએ સમજે તેવી, સર્વ પાપના નાશ કરનારી દિવ્ય વાણી વડે ભવ્ય પ્રાણીઓના માહરૂપ અંધકારના નાશ કરતા, ચમર, છત્રત્રય આદિ પ્રાતિહાર્યાં સહિત રત્નસિંહાસન ઉપર ચાર આંગળ અક્રૂર વિરાજમાન ભગવાન, સર્વના પૂજ્ય, પરમ ભટ્ટારક શ્રી વર્ધમાન દેવાધિદેવે મેાક્ષમાર્ગના પ્રકાશ કરવા સમસ્ત પદાર્થોનું સ્વરૂપ અતિશયવાળી દિવ્ય