________________
પ્રવચનભકિત ભાવના
૨૩૭ ધ્વનિ વડે પ્રગટ કર્યું. તે વખતે પાસે રહેલા નિગ્રંથ મુનિવરેના પૂજ્ય, સપ્ત ઋદ્ધિ-સમૃદ્ધિ અને ચાર જ્ઞાનના ધારક શ્રી ગૌતમ નામના ગણધરદેવને કેણ બુદ્ધિ આદિ અદ્ધિ હોવાથી ભગવાને કહેલા અર્થનું વિસ્મરણ થતું નહીં. તેથી ભગવાને કહેલા અર્થને ધારણ કરીને દ્વાદશાંગરૂપ રચના તેમણે રચી.
જ્યારે ચોથા કાળનાં ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે શ્રી વર્ધમાન સ્વામી નિર્વાણ પધાર્યા. ત્યાર પછીનાં બાસઠ વર્ષોમાં ગૌતમસ્વામી, સુધર્માચાર્ય અને જંબુસ્વામી એ ત્રણ કેવલી થયા, અને તેમણે કેવલજ્ઞાન વડે પ્રરૂપણા કરી. તે પછીના એક વર્ષ સુધીના કાળમાં અનુક્રમે વિષ્ણુ, નંદિમિત્ર, અપરાજિત, ગવર્ધન અને ભદ્રબાહ એ પાંચ મુનિ દ્વાદશાંગના ધારક શ્રુતકેવળી થયા. તેમના કાળમાં પણ કેવળી ભગવાનની પેઠે પદાર્થોનું જ્ઞાન અને પ્રરૂપણ રહી. પછીનાં એકસે ત્યાશી વર્ષે પર્યંત અનકમે વિશાખાચાર્ય, પ્રેષ્ઠિલાચાર્ય, ક્ષત્રિય, જયસેન, નાગસેન, સિદ્ધાર્થ, પ્રતિષેણ, વિજય, બુદ્ધિમાન, ગંગદેવ અને ધર્મસેન એ અગિયાર પરમ નિગ્રંથ મુનીશ્વર દશ પૂર્વના ધારક થયા. પછી નક્ષત્ર, જયપાલ, પાંડુનામ, ધ્રુવસેન અને કંસાચાર્ય એ પાંચ મહામુનિ એકાદશાંગ વિદ્યાના પારગામી અનુકેમે બસો વીશ વર્ષોમાં થયા. પછીના એક અઢાર વર્ષોમાં અનુક્રમે સુભદ્ર, યશભદ્ર, મહાશય અને લેહાચાર્ય આદિ પાંચ મહામુનિ પ્રથમ અંગના પારગામી ચૈયા, અને તેમણે યથાર્થ પ્રરૂપણ કરી. આ પ્રમાણે ભગવાન વીર જિનેન્દ્રના નિર્વાણ પછી છસે ત્યાશી વર્ષ