________________
૨૩૮
સમાધાપાન પર્યત અંગનું જ્ઞાન રહ્યું. પછી આ કાળના નિમિત્તે બુદ્ધિ, વીર્ય આદિની મંદતા થતાં શ્રી કુન્દકુન્દ, ઉમાસ્વામી આદિ અનેક મુનિ નિગ્રંથ વીતરાગી અંગની વસ્તુઓના જ્ઞાની થતા રહ્યા. આ પ્રકારે પાપથી ભયભીત, જ્ઞાન વિજ્ઞાન સંપન્ન, પરમ સંયમ ગુણથી શુભતા ગુરુઓની પરિપાટીથી શ્રતના અખંડ અર્થના ધારક વીતરાગી પુરુષની પરંપરા ચાલી આવી છે. તેમાં શ્રી કુન્દકુન્દ સ્વામીએ સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, રયણસાર, અષ્ટપાહુડ આદિ અનેક ગ્રંથ રચ્યા તે અત્યારે પ્રત્યક્ષ વાંચવામાં, ભણવામાં આવે છે. આ ગ્રંથનું વિનયપૂર્વક આરાધન તે પ્રવચનભક્તિ છે.
દશ અધ્યાયરૂપ તત્ત્વાર્થસૂત્ર શ્રી ઉમાસ્વામીએ રચ્યું. તે તત્ત્વાર્થસૂત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ નામે ટીકા પૂજ્યપાદ સ્વામીએ રચી છે. તત્વાર્થસૂત્ર ઉપર જ રાજવાતિક નામની ટીકા સોળ હજાર કલેકમાં શ્રી અકલંકદેવે રચી. કલેકવાતિક ટકા વીસ હજાર લેકમાં વિદ્યાનંદિ સ્વામીએ રચી. ગંધહસ્તિ નામે મહાભાષ્યરૂપે રાશી હજાર લેકમાં સમન્તભદ્ર સ્વામીએ મેટી ટિકા રચી. જે હમણાં મળતી જ નથી. પરંતુ તે ગંધહસ્તિ ભાષ્યનું મંગલાચરણ એક પંદર
કેમાં દેવાગમ સ્તોત્રરૂપ કરેલું છે તેના ઉપર આઠસે શ્લેકમાં અકલંક દેવે અદૃશતી નામે ટીકા લખી અને એ દેવાગમ અષ્ટશતી ઉપર આસમીમાંસા નામે અષ્ટસહસ્ત્રી, એટલે આઠ હજાર જેમાં ટીકા વિદ્યાનંદ સ્વામીએ રચી. તે અણુસહસ્ત્રી ઉપર સોળ હજાર ટિપપણ છે. વિદ્યામંદિ સ્વામીત આસપરીક્ષારૂપ ત્રણ હજાર શ્લોકમાં આખપરીક્ષા ગ્રંથ છે. પરીક્ષામુખ ગ્રંથ માણેકનંદિએ રચ્ચે