________________
૨૩૯
પ્રવચનભકિત ભાવના અને તેની મોટી ટીકા પ્રભાચંદ્ર આચાર્ય પ્રમેયકમલમાર્તડ નામે બાર હજાર કલેકેમાં રચી અને નાની ટીકા પ્રમેય ચંદ્રિકા નામની અનંતવીર્ય આચાર્યે રચી. અકલંકદેવકૃત લઘુત્રયી ઉપર પ્રભાચંદ્ર આચાર્ય ન્યાયકુમુદચંદ્રોદય સેળ હજાર લેકમાં રચે છે. બીજા ન્યાયના કેટલાય ગ્રંથ પ્રમાણપરીક્ષા, પ્રમાણનિર્ણય, પ્રમાણમીમાંસા તથા બાલાવબોધ ન્યાયદીપિકા ઇત્યાદિ જિન ધર્મના સ્તંભરૂપ છે. તે દ્રવ્યોની પ્રમાણવડે નિર્ણય કરતા, અનેકાંત મત ભરપૂર દ્રવ્યાનુયોગના ગ્રંથે જયવંત વર્તે છે.
કરણનાગના ગામદૃસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, ત્રિલોકસાર આદિ અનેક ગ્રંથ છે. ચરણાનાગના મૂલાચાર, આચારસાર, રતનકરંડ શ્રાવકાચાર, ભગવતી આરાધના, સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, આત્માનુશાસન, પદ્મનંદિ પચ્ચીસી ઈત્યાદિ અનેક ગ્રંથ છે. જેને વ્યાકરણ અનેકાંતથી ભરપુર છે. પ્રથમાનુગના ગ્રે, જિનસેનાચાર્યકૃત આદિપુરાણ તથા ગુણભદ્રાચાર્યકૃત ઉત્તરપુરાણ, ઇત્યાદિ જિનેન્દ્રના પરમાગમને અનુસાર ઉપદેશ ગ્રંથ તથા પુરાણ, ચરિત્ર, આચારના અનેક ગ્રંથે છે તેનું અત્યંત ભક્તિથી વાંચન, શ્રવણ, વ્યાખ્યાન કરવું, વંદન કરવું, લખવા, લખાવવા, સંશોધન કરાવવા તે સર્વ પ્રવચનભક્તિ છે.
સતશાસ્ત્રના અભ્યાસમાં જે દિવસ જાય તે દિવસ ધન્ય છે, પરમાગમના અભ્યાસ વિના જે કાળ જાય છે તે વ્યર્થ વહ્યો જાય છે. સ્વાધ્યાય વિના શુભ ધ્યાન થતું નથી, સ્વાધ્યાય વિના પાપથી છુટાતું નથી, કષાયની મંદતા થતી