________________
૨૪૦
સમાધિ-સે પાન નથી. સલ્ફાસ્ત્રના સેવન વિના સંસાર-દેહભેગો ઉપરથી વૈરાગ્ય ઊપજતું નથી. સર્વ વ્યવહારની ઉજજવળતા, પરમાર્થના વિચાર આગમના સેવનથી જ થાય છે. શ્રતના સેવનથી જગતમાં માન્યતા, ઉચ્ચતા, ઉજજવળ યશ અને આદરસત્કાર પમાય છે.
સમ્યકજ્ઞાન જ પરમ બાંધવ છે, ઉત્કૃષ્ટ ધન છે, પરમ મિત્ર છે. સમ્યકજ્ઞાન જ સ્વાધીન અવિનાશી ધન છે. સ્વદેશમાં, પરદેશમાં, સુખમાં, દુઃખમાં, આપદામાં, સંપત્તિમાં પરમ શરણરૂપ સમ્યકજ્ઞાન જ છે. તેથી શાસ્ત્રોના પરમાર્થનું સેવન કરવું, પિતાના આત્માને નિત્ય જ્ઞાનદાન દેવું તથા પિતાના સંતાનને તથા શિષ્યને જ્ઞાનનું જ દાન દે કડો રૂપિયાનું દાન પણ જ્ઞાનદાન સમાન નથી. ધન તે મદ ઉપજાવે છે, વિષયમાં પ્રીતિ કરાવે છે, દુર્થાન કરાવે છે, અને સંસારરૂપી અંધ કુવામાં ડુબાડે છે, તેથી જ્ઞાનદાન
સમાન દાન
એક અધે શ્લેક, એક પદ માત્રને પણ જે નિત્ય અભ્યાસ કરે તે શાસ્ત્રાર્થને પારગામી થઈ જાય. વિદ્યા છે તે પરમ દેવતા છે. જે માતા પિતા જ્ઞાન–અભ્યાસ કરાવે છે તેણે કરેડ રૂપિયાનું ધન દીધું. સમ્યફજ્ઞાનના દાતા ગુરુના ઉપકાર સમાન ત્રણે લેકમાં કેઈને ઉપકાર નથી. જ્ઞાન દેનાર ગુરુના ઉપકારને ઓળવે (લોપે) તેનું જે કૃતધી, પાપી કેઈ નથી. જ્ઞાનના અભ્યાસ વિના વ્યવહાર પરમાર્થ બન્નેમાં જીવ મૂઢ રહે છે તેથી પ્રવચનભક્તિ જ પરમ કલ્યાણ છે. પ્રવચનના સેવન વિના મનુષ્ય પશુ સમાન છે. પ્રવચનભક્તિ હજારે દોષોને નાશ