________________
૨૪૧
આવશ્યક અપરિહાણ ભાવના કરનારી છે. તેને ભક્તિપૂર્વક અર્થે ઉતારે. તેથી સમ્યફદર્શનની ઉજજવલતા થાય છે.
૧૪. આવશ્યક અપરિહાણિ ભાવના :
અવશ્ય કરવા ગ્યા હોય તેને આવશ્યક કહેવાય છે. એ આવશ્યકની હાનિ નહીં કરવાની ભાવના તે આવશ્યક અપરિહાણિ ભાવના છે. ઈદ્રિયને વશ વર્તવું નહીં તે અવશ્ય કહેવાય છે; એટલે ઇદ્રિને જીતનાર મુનિ અવશ્ય છે, તેમની કિયા તે આવશ્યક કહેવાય છે. તે આવશ્યકની હાનિ ન કરવી તે આવશ્યક અપરિહાણિ છે. તે આવશ્યક છ પ્રકારે છે : ૧. સામાયિક, ૨. તીર્થંકરનું સ્તવન, ૩. વંદના, ૪. પ્રતિકમણ, પ. પ્રત્યાખ્યાન અને ૬. કાત્સર્ગ.
દેહથી ભિન્ન જ્ઞાનરૂપ જ દેહવાળા પરમાત્મસ્વરૂપ કર્મરહિત ચેતન્યમાત્ર શુદ્ધ આત્માનું એકાગ્રપણે ધ્યાન કરતા મુનિ સર્વોત્તમ મેક્ષ મેળવે છે. વિકલ્પ રહિત શુદ્ધ આત્માના ગુણેમાં જે પિતાનું મન રાખી શકે નહીં તે તપસ્વી મુનિ છે આવશ્યક ક્રિયાને પુષ્ટ કરે, અંગીકાર કરે, અને આવતાં અશુભ કર્મને આસવને રેકે, ટાળે. છ આવશ્યક :
૧. સુંદર-અસુંદર વસ્તુમાં, તથા શુભ-અશુભ કર્મના ઉદયમાં રાગ-દ્વેષ ન કરવે; આહાર, વસતિકા આદિના લાભમાં કે અલાભમાં સમભાવ કરે; સ્તુતિમાં કે નિંદામાં, આદરમાં કે અનાદરમાં, પથ્થરમાં કે રત્નમાં, જીવનમાં કે મરણમાં, વેરીમાં કે મિત્રમાં, સુખમાં કે દુઃખમાં, સ્મશાનમાં ૧૬