________________
૨૪ર
સમાધિ-પાન કે મહેલમાં, રાગ-દ્વેષ રહિત પરિણામ રહેવાં તે સમભાવ છે. સમભાવ ધારણ કરનાર બાહ્ય પુદ્ગલેને અચેતન અને પિતાનાથી ભિન્ન જાણે છે, તેને આત્મસ્વભાવમાં હાનિવૃદ્ધિ કરનાર માનતા નથી, તેથી રાગદ્વેષ કરતા નથી. પિતાને શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટારૂપ અનુભવતાં રાગદ્વેષ આદિ વિકાર રહિત રહેવાથી તેમને સમભાવ હોય છે. તે જ સામાયિક છે.
૨. ભગવાન જિનેંદ્રનું અનેક નામે વડે સ્તવન કરવું તે સ્તવન આવશ્યક છે. કર્મરૂપી વેરીને જીતે છે તેથી તમે જિન છે. કેવલજ્ઞાનરૂપ નેત્ર વડે ત્રિકાળવર્તી પદાર્થોને જાણે છે તેથી ત્રિલેચન છે; મેહરૂપ અંધાસુરને માર્યો તેથી અંધકાંતક છે; આપે ઘાતિયાં કર્મરૂપી અર્ધ વેરીને નાશ કર્યો તેથી ઈશ્વરપણું પામ્યા એટલે અર્ધનારીશ્વર છે; શિવપદ એટલે નિર્વાણ પદમાં વસે છે માટે આપ શિવ છે; પાપરૂપ શત્રુને સંહાર કરે છે તેથી આપ હર છે; લેકમાં શું એટલે સુખના કરનાર આપ છે તેથી શં–કર છો; શું એટલે પરમ આનંદરૂપ સુખ તેમાં ઊપજે તેથી સંભવ છે; વૃષ એટલે ધર્મ તેથી દીપે છે એટલે વૃષભ છે; જગતનાં સર્વ પ્રાણીઓમાં ગુણો વડે વડા છે તેથી જગજયેષ્ઠ છે; ક એટલે સુખ તે વડે સર્વ ઇવેનું પાલણ કરનાર છે તેથી કપાલી છે; કેવળજ્ઞાન વડે લેક-અલેકમાં વ્યાપી રહ્યા છે તેથી આપ વિષ્ણુ છે; અને જન્મ–જરા-મરણરૂપ ત્રિપુરને મારવાથી આપ ત્રિપુરાંતક છે; આ પ્રમાણે એક હજાર આઠ નામો વડે આપનું સ્તવન ઈદ્ર કર્યું છે અને ગુણોની અપેક્ષાએ તે આપનાં અનંત નામ છે. આવા ભાવમાં