________________
આવશ્યક અ૫રિહાણિ ભાવના
૨૪૩ ગુણ ચિંતવન વડે તીર્થંકરનું સ્તવન કરવું તે સ્તવન આવશ્યક છે.
૩. વીસ તીર્થકરેમાંથી એક તીર્થકર અથવા અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓમાંથી એકને મુખ્ય કરીને સ્તુતિ કરવી તે વંદના આવશ્યક છે.
૪. આખા દિવસમાં પ્રમાદને વશ થઈને કે કષાયને વશ થઈને અથવા વિષયમાં રાગ-દ્વેષી થઈને કઈ એકેંદ્રિયાદિ જીની ઘાત કરી તથા અનર્થ વર્તન કર્યું, દોષવાળું ભજન કર્યું, કેઈ જીવન પ્રાણ દુભવ્યા, કડવાં કઠોર મિથ્યા વચન કહ્યાં, કોઈની નિંદા કરી, પિતાની પ્રશંસા કરી, સ્ત્રીકથા, ભેજનકથા, દેશકથા, રાજ્યકથા કરી, અદત્ત ધન ગ્રહણ કર્યું, પરધનની લાલસા કરી, પરસ્ત્રી પ્રત્યે રાગ કર્યો, ધન પરિગ્રહ આદિમાં લાલસા રાખી તે સર્વ પાપ–ટાં કાર્યો કર્યાં, બંધનાં કારણ સેવ્યાં. હવે એવાં પાપરૂપ પરિણામોથી ભગવાન પરમગુરુ અમારી રક્ષા કરો ! એ બધાં પરિણામ હવે મિથ્યા થાઓ. પંચ પરમેષ્ટીની કૃપાથી અમારાં પાપરૂપ પરિણામ ન હો. એવા ભાવની શુદ્ધતા માટે કાર્યોત્સર્ગ કરીને નવ જાપ નવકાર મંત્રને કરવું. આ પ્રકારે આખા દિવસની પ્રવૃત્તિને સંધ્યાકાળે ચિંતવીને પાપ પરિણામને નિંદવાં તે દેવસિક પ્રતિક્રમણ છે. રાત્રિ સંબંધી પાપ દૂર કરવા સવારે પ્રતિક્રમણ કરવું તે રાત્રિક પ્રતિકમણ છે. માર્ગે ચાલતાં દોષ લાગ્યું હોય તેની શુદ્ધિ માટે જે પ્રતિક્રમણ તે ઐય પથિક પ્રતિક્રમણ છે. એક પખવાડિયાના દોષ દૂર કરવા માટે પાક્ષિક પ્રતિ