________________
૨૩૪
સમાધિ-સે પાન જિનેન્દ્રનાં પરમ આગમને યેગ્ય કાળે બહુ વિનયથી. ભણવાં તે પ્રવચનભક્તિ છે. છ દ્રવ્યો, સાત ત, નવ પદાર્થોના ભેદ, સર્વ ગુણ–પર્યાનું પ્રવચનમાં વર્ણન છે; ભૂતકાળ અનંત વહી ગયે, ભવિષ્યકાળ અનંતે આવશે અને ચાલુ વર્તમાનકાળ તે સર્વનું સ્વરૂપ તેમાં વર્ણવેલું છે. તેમાં અલેકની સાત પૃથ્વીએ, નારકીઓને વસવાનાં, ઊપજવાનાં સ્થાનકે, તેમનાં આયુષ્ય, કાયા, વેદના, ગતિ આદિનું વર્ણન છે; ભવનવાસી દેનાં સાત કરોડ બેતેર લાખ ભવનનું તથા તેમનાં આયુષ્ય, કાયા, વૈભવ, વિકિયા, ભેગ આદિ અધલક સંબંધી વર્ણન કરેલું છે. તેમાં મધ્ય. લેક સંબંધી અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોનું, તેમાં આવેલા મેરુ, કુલાચલ, નદી, દૂહ આદિનું, કર્મભૂમિનાં વિદેહ આદિ. ક્ષેત્રોનું, ભેગભૂમિનું, અંતરદ્વીપ સંબંધીનાં મનુષ્યનું, કર્મભૂમિનાં તથા ભેગભૂમિનાં મનુષ્યનાં કર્તવ્ય, આયુષ્ય, કાયા, સુખ, દુખ આદિનું, તિર્યંચનું અને વ્યંતરેના નિવાસ, વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા, સામર્થ્ય અને વિક્રિયાનું વર્ણન છે. મધ્ય લેકમાં તિષ્ક દે છે તેમનાં વિમાન, વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા આદિનું અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રોને માર્ગ, ગતિ, સંયેગ આદિનું વર્ણન છે. ઊર્ધ્વલકનાં ત્રેસઠ પટેલે સહિત સ્વર્ગનું, અનિંદ્રના પટલનું, ઈંદ્રાદિ, દેના વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા, શક્તિ, ગતિ, સુખ આદિનું તેમાં વર્ણન છે. આ પ્રકારે સર્વ પ્રત્યક્ષ દેખેલા. ત્રણે લેકના સમસ્ત દ્રવ્યોના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનું વર્ણન. પ્રવચનમાં કરેલું છે. કર્મોની પ્રકૃતિઓના બંધ, ઉદય, સત્તા, સંક્રમણ આદિનું સર્વ વર્ણન આગમમાં છે.