________________
બહુશ્રુતભક્તિ ભાવના
૨૩૩ આપે તે બધી જ્ઞાનાવરણ કર્મને નાશ કરનારી બહુશ્રુત ભક્તિ છે. કીમતી વસ્ત્રોનાં પૂઠાં ચઢાવી બંધન અને દોરીવડે શાસ્ત્રોને બાંધે જેથી જેનારનું, સાંભળનારનું અને ભણનારનું મન પ્રસન્ન થાય એ બધી બહુશ્રુત ભક્તિ છે. સેનાના બનાવેલાં, પંચ પ્રકાર રત્નથી જડેલાં સંકડે પુરપ વડે શાસ્ત્રની ઉત્તમ પૂજા કરે તે મૃતભક્તિ સંશય આદિ રહિત સમ્યકજ્ઞાન પ્રગટાવી અનુક્રમે કેવળજ્ઞાન ઉપજાવે છે. જે પુરુષ પિતાના મનને ઇદ્રિના વિષયમાંથી વાળી વારંવાર મૃતદેવતાના ગુણનું સ્મરણ કરીને સારી વિધિથી બનાવેલા પવિત્ર અર્ધ વડે મૃતદેવતાને પૂજે છે, તે સમસ્ત શ્રતના પારગામી થઈને કેવલજ્ઞાન ઉપજાવી મેક્ષ પામે છે.
૧૩. પ્રવચનભક્તિ ભાવના :- પ્રવચન એટલે જિનેન્દ્ર સર્વજ્ઞ વીતરાગે પ્રરૂપેલાં આગમ છે. તેમાં છ દ્રવ્યોનું, પંચાસ્તિકાયનું, સાત તનું અને નવ પદાર્થોનું વર્ણન છે; કર્મની પ્રકૃતિને નાશ કરવાનું વર્ણન છે. જેમાં બહુ પ્રદેશ હોય તેનું નામ અસ્તિકાય કહેવાય છે. જેમાં ગુણપર્યાય નિરંતર હેય તેનું નામ દ્રવ્ય છે. વસ્તુપણે જેને નિશ્ચય થાય છે તેનું નામ પદાર્થ છે. સ્વભાવરૂપે હોવાથી તત્ત્વ એવું નામ પડ્યું છે.
જેવી રીતે અંધકારવાળા મહેલમાં હાથમાં દીવ લઈને બધા પદાર્થો આપણે જોઈએ છીએ તેવી રીતે ત્રિભુવનરૂપ મંદિરમાં પ્રવચનરૂપી દીવાવડે સૂક્ષ્મ, સ્થૂલ, મૂતિક, અમૂર્તિક પદાર્થો દેખીએ છીએ. પ્રવચનરૂપી નેત્ર વડે મુનીશ્વર ચેતન આદિ ગુણોવાળાં સર્વ દ્રવ્યોનું અવલોકન કરે છે.