________________
૨૩૨
સમાધિ-સાપાન
વિભાગના વર્ણનરૂપ કલ્પાકલ્પ નામનું પ્રકીર્ણક છે. ૧૧. ઉત્કૃષ્ટ સંહનન આદિ સહિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પ્રભાવે ઉત્કૃષ્ટ ચર્ચાથી વર્તતા એવા જિનકલ્પી સાધુઓને ચેાગ્ય ત્રિકાળ યુગ આદિ આચરણનું અને સ્થવિરકલ્પીએના દીક્ષા, શિક્ષા, ગણપાષણ, આત્મસંસ્કાર, સલ્લેખના અને ઉત્કૃષ્ટ સ્થાનગત ઉત્કૃષ્ટ આરાધનાના વર્ણનરૂપ મહાકલ્પ નામનું પ્રકીર્ણક છે. ૧૨. જેમાં ભવન, વ્યંતર, જ્યાતિષ્ઠ તથા કલ્પવાસી દેવતાઓનાં વિમાનામાં ઉત્પન્ન થવાનાં કારણરૂપ દાન, પૂજા, તપશ્ચરણ, અકામ નિર્જરા, સમ્યક્ત્વ, સંયમ આદ્ધિની વિધિ, ત્યાં ઊપજવાનાં સ્થાન અને વૈભવના વર્ણનરૂપ પુંડરીક નામે પ્રકીર્ણક છે. ૧૩. મહદ્ધિક દેવામાં ઇન્દ્ર, પ્રતીંદ્ર આદિની ઉત્પત્તિનાં કારણ તપવિશેષ આફ્રિ આચરણનું વર્ણન કરનાર મહાપુંડરીક પ્રકીર્ણક છે. ૧૪. જેમાં પ્રમાદથી થયેલા દોષાના ત્યાગરૂપ નિષિદ્ધિકા નામનું પ્રાયશ્ચિત્તશાસ્ત્ર પ્રકીર્ણક છે.
દ્વાદશાંગરૂપ સુત્રજ્ઞાન તપના પ્રભાવથી ઊપજે છે, તે પાતે ભણે છે અને અન્ય શિષ્યાને તેમની બુદ્ધિ પ્રમાણે ભણાવે છે તે બહુશ્રુતની ભક્તિ છે. ગુણામાં અનુરાગ કરવા તે ભક્તિ કહેવાય છે. જે શાસ્ત્રો ઉપર અનુરાગ રાખી ભણે, શાસ્ત્રના અર્થ અન્યને કહે, જે ધન ખચીને શાસ્ત્રો લખાવે, પેાતાના હાથે શાસ્ત્ર લખે, વધારે ઓછા અક્ષર। કાના માત્રા આદિ દોષો હોય તે સુધારે, સંશોધન કરે, ભણનારાઓને શાસ્ર લખાવી આપે, વ્યાખ્યાન કરે, શીખવનાર, વંચાવનારની આજીવિકાની વ્યવસ્થા કરી શાસ્ત્રોના જ્ઞાન–અભ્યાસનું પ્રવર્તન કરાવે, સ્વાધ્યાય કરવા માટે નિરાકુળ સ્થાન