________________
બહુશ્રુતભકિત તાવના
૨૩ અક્ષરેનાં સામાયિક આદિ ચૌદ પ્રકીર્ણક સૂત્ર છે.
૧. સામાયિક નામના પ્રકીર્ણકમાં મિથ્યાત્વ, કષાય આદિ ક્લેશના અભાવરૂપ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના ભેદથી છ પ્રકારે સામાયિકનું વર્ણન છે. ૨. ચેત્રીસ અતિશય, આઠ પ્રાતિહાર્ય, પરમ ઔદારિક દિવ્ય દેહ, સમવસરણ સભા, ધર્મોપદેશ આદિ તીર્થંકરનું માહામ્ય પ્રગટ કરે તેવી સ્તુતિ તે સ્તવન નામનું પ્રકીર્ણક છે. ૩. એક તીર્થંકરના આલંબન ચૈત્યાલય કે પ્રતિમાના સ્તવનરૂપ વંદના પ્રકીર્ણક છે. ૪. પૂર્વે પ્રમાદથી થયેલા દોષ દૂર કરવા માટે દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક સાંવત્સરિક, ઐયપથિક અને ઉત્તમાર્થ એવાં સાત પ્રકારનાં પ્રતિક્રમણનું જેમાં વર્ણન કરેલું છે તે પ્રતિક્રમણ પ્રકીર્ણક છે. ૫. સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને ઉપચારસ્વરૂપ પાંચ પ્રકારના વિનયના વર્ણનવાળું વિનય પ્રકીર્ણક છે. ૬. અરિ હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આદિ નવ (પદરૂ૫) દેવતાઓની વંદના માટે ત્રણ પ્રદક્ષિણા, ચાર શિરેનતિ, ત્રણ શુદ્ધતા, બાર આવર્ત ઈત્યાદિ નિત્ય નૈમિત્તિક ક્રિયાનું જેમાં વર્ણન છે એવું કૃતિકર્મ પ્રકીર્ણક છે. ૭. જેમાં સાધુના આચાર, આહારની શુદ્ધતા વગેરેનું વર્ણન છે તે દશ વૈકાલિક પ્રકીર્ણક છે. ૮. ચાર પ્રકારના ઉપસર્ગ તથા બાવીશ પરિષહે સહન કરવાની વિધિ અને તેના ફળના વર્ણનરૂપ ઉત્તરાધ્યયન પ્રકીર્ણક છે. ૯. સાધુના યેાગ્ય આચરણની વિધિ, અગ્ય આચરણ સેવાયાં હોય તેને પ્રાયશ્ચિત્તના વર્ણનરૂપ કલ્પવ્યવહાર પ્રકીર્ણક છે. ૧૦. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રયે આ સાધુને એગ્ય છે, આ અગ્ય છે એવા