________________
ર૩૦
સમાધિ-પાન
મંત્ર, તંત્ર, તપશ્ચરણનું વર્ણન છે. ૩. માયાગત ચૂલિકામાં માયારૂપ ઇદ્રજાલ આદિ વિકિયાના મંત્ર, તંત્ર, તપશ્ચરણ આદિનું વર્ણન છે. ૪. આકાશગચૂલિકામાં આકાશમાં ચાલવા માટેના મંત્ર, તંત્ર, તપશ્ચરણ આદિનું વર્ણન છે. ૫. રૂપગત ચૂલિકામાં સિંહ, હાથી, ઘેડ, મનુષ્ય, વૃક્ષ, હરણ, સસલાં, બળદ, વાઘ આદિનાં રૂપ ધારણ કરવા માટે મંત્ર, તંત્ર, તપશ્ચરણનું વર્ણન છે; ચિતરામણ, માટી, પથ્થર, લાકડા વગેરેના ઘાટ કરવા, કેતર કામ, તથા ધાતુવાદ, રસવાદ, ખાન્યવાદ આદિની રચના માટે વર્ણન છે. પાંચ ચૂલિકાનાં દશ કરેડ ઓગણપચાસ લાખ છેતાળીસ હજાર પદ છે.
સમસ્ત દ્વાદશાંગમાં એક્કમ એકઠ્ઠી પ્રમાણ અક્ષરે છે. એટલે ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૫ એટલા અપુનરુક્ત અક્ષરે છે. એટલે વાક્યના અર્થની પ્રતીતિ થવા માટે કહેલા અક્ષરે વારંવાર કહેવાયા તેને ગણતરીમાં ન લેતાં જેટલાં અક્ષરે થાય તે અપુનરુક્ત અક્ષરે કહેવાય છે. તેમાં ચોસઠ સંગે સુધીના અક્ષરો હોય છે. અને આગમમાં કહેલા મધ્યપદનું પ્રમાણ સોળસે ચેત્રીસ કરોડ, ત્યાશી લાખ, સાત હજાર આઠસો અડ્યાસી ૧૬૩૪૮૩૦૭૮૮૮ અપુનરુક્ત અક્ષરે છે, તેના વડે દ્વાદશાંગીના અક્ષરે ઉપર જણાવ્યા તેને ભાગતાં એકસો વાર કરોડ, ત્યાશી લાખ, અઠ્ઠાવન હજાર, પાંચ પદો આવે; તેટલામાં સમસ્ત દ્વાદશાંગ આવી જાય છે. બાકી શેષરૂપે વધેલા આઠ કરેડ, એક લાખ, આઠ હજાર એકસે પોતેર ૮૦૧૦૮૧૭૫ અક્ષરનું પૂર્ણ પદ થાય નહીં તેથી તેને અંગબાહ્ય શ્રુતજ્ઞાન કહ્યું છે. તે