________________
અશ્રુતભકિત ભાવના
૨૨૯
અથવા તવિશેષ આચરણુ આદિનું તેમજ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાની ગતિ તથા ગ્રહણ, શુકન આદિના ફળનું વર્ણન છે. ૧૨. પ્રાણવાદ પૂર્વનાં તેર કરોડ પદોમાં શરીરની ચિકિત્સા (દાક્તરી તપાસ), અષ્ટાંગ આયુર્વેદ એટલે કે વૈદ્યવિદ્યા, ભૂત આદિ વ્યાધિ દૂર કરનારા મંત્રાદિ કે વિષ દૂર કરનાર જાંગૂલિ વિદ્યાનું, ઇંડા, પિંગલા આદિ શ્વાસેાશ્વાસનું, ગતિને અનુસાર દશ પ્રાણા અને ઉપકારક કે અનુપકારક દ્રવ્યોનું વર્ણન છે. ૧૩. ક્રિયાવિશાલ પૂર્વનાં નવ કરોડ પદોમાં સંગીત શાસ્ત્ર, છંદ, અલંકાર, ખાતેર કળા, સ્ત્રીના ચાસઠ ગુણા, શિલ્પ વિજ્ઞાન, ચેારાથી ગર્ભાધાન આદિ ક્રિયા, એક સે। આઠ સમ્યક્દર્શન આદિ ક્રિયાઓ અને પચ્ચીસ દેવવંદન આદિ નિત્ય નૈમિત્તિક ક્રિયાઓનું વર્ણન છે. ૧૪. તૈલેાકય બિંદુસાર પૂર્વનાં સાડાબાર કરોડ પદોમાં ત્રૈલાકથનું સ્વરૂપ, છવ્વીસ પરિકર્મ, આઠે વ્યવહાર, ચાર ખીજ ઇત્યાદ્રિ ગણિત, માક્ષનું સ્વરૂપ, મોક્ષગતિના કારણરૂપ ક્રિયા અને મોક્ષસુખનું વર્ણન છે. આ પ્રમાણે પંચાણું કરોડ પચાસ લાખ અને પાંચ પદોમાં ચૌદ પૂર્વનું વર્ણન કરેલું છે.
(૫) દૃષ્ટિવાદ અંગના પાંચમા ભેદ ચૂલિકા, તેના પાંચ પ્રકાર છે. એકેક ચૂલિકાનાં બે કરોડ નવ લાખ નેવાશી હજાર અસા પદ્મ છે. ૧. જલગત ચૂલિકામાં જલ સ્તંભન, જલ ઉપર ચાલવું, અગ્નિનું સ્તંભન-ભક્ષણ, અગ્નિ ઉપર બેસવું, અગ્નિમાં પ્રવેશ કરવા આદિ માટે મંત્ર, તંત્ર, તપશ્ચરણનું વર્ણન છે. ૨. સ્થલગત ચૂલિકામાં મેરુ, કુલાચલ આદિમાં, ભૂમિમાં પ્રવેશ કરવા માટે અને શીઘ્ર ગમનના કારણરૂપ