________________
૨૨૮
સમાધિ-સે પાન બાર ભાષા, વક્તાઓના ભેદ, અનેક પ્રકારે અસત્ય તથા દશ પ્રકારે સત્યનું વર્ણન છે. ૭. આત્મપ્રવાદ પૂર્વના છવ્વીસ કરેડ પદોમાં આત્મા જીવ છે, કર્તા છે, ભોક્તા છે, પ્રાણું છે, વક્તા છે, પુદ્ગલ છે, વેદ છે, વિષ્ણુ છે, સ્વયંભૂ છે, શરીર છે, માનવ છે, સક્ત છે, જંતુ છે, માની છે, માયી છે, ગી છે, સંકુટ છે, અસંકુટ છે અને ક્ષેત્રજ્ઞ છે ઇત્યાદિ સ્વરૂપનું વર્ણન છે. ૮. કર્મપ્રવાદ પૂર્વનાં એક કરોડ અને એંશી લાખ પદમાં કર્મોને બંધ, ઉદય, ઉદીરણું, સત્ત્વ, ઉત્કર્ષણ, ઉપશમન, સંક્રમણની વિધિ, નિકાચિત આદિ અવસ્થા અને ઈર્યાપથ, તપસ્યા, અધઃકર્મ આદિનું વર્ણન છે. ૯. પ્રત્યા
ખ્યાન પૂર્વનાં ચેરાશી લાખ પદોમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવેને આશ્રયે પુરુષનું સંવનન અને બળ આદિને અનુસરીને પ્રામાણિક (અમુક મુદતને) કાળ કે અપ્રામાણિક (મુદત રહિત) કાળ માટેને ત્યાગ અને પાપ સહિત વસ્તુથી ભિન્ન થવું, ઉપવાસની વિધિ, ઉપવાસની ભાવના અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું વર્ણન છે. ૧૦. વિદ્યાનુવાદ પૂર્વનાં એક કરેડ દશ લાખ પદોમાં અંગુષ્ટ પ્રસેનાદિ સાત સો અ૫ વિદ્યાઓ અને રોહિણી આદિ પાંચ સે મહા વિદ્યાઓનાં સ્વરૂપનું, સામર્થ્યનું, તેનાં સાધન, મંત્ર, તંત્ર અને પૂજા વિધાન, સિદ્ધ થયે થતા ફળનું અને અંતરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, સ્વમ, લક્ષણ, વ્યંજન, અને છિન્ન એ આઠ પ્રકારના નિમિત્તજ્ઞાનનું વર્ણન છે. ૧૧. કલ્યાણનુવાદ પૂર્વનાં છવ્વીસ કરેડ પદોમાં તીર્થંકર, ચકવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવના ગર્ભકલ્યાણ આદિ મહા ઉત્સવનું તથા તે પદવીઓનું કારણ સોળ કારણ ભાવના