________________
બહુશ્રુતભકિત ભાવના
૨૨૭ (૨) દૃષ્ટિવાદ અંગને બીજે ભેદ સૂત્ર છે, તેને અઠ્ઠયાસી લાખ પદોમાં જીવ અસ્તિરૂપ જ છે, નાતિરૂપ જ છે, કર્તા જ છે, ભક્તા જ છે ઇત્યાદિ એકાંતવાદીઓએ ક૯પેલા જીવના સ્વરૂપનું વર્ણન છે.
(૩) પ્રથમાનુગનાં પાંચ હજાર પદોમાં ત્રેસઠ મહા પુરુષનાં ચરિત્રોનું વર્ણન છે.
(૪) દૃષ્ટિવાદ અંગના ચેથા ભેદમાં ચૌદ પૂર્વ છે.
૧. ઉત્પાદ પૂર્વનાં એક કરોડ પદોમાં જીવાદિ દ્રવ્યોના ઉત્પાદ આદિ સ્વભાવનું નિરૂપણ છે. ૨. અગ્રાયણી પૂર્વનાં છનું લાખ પદોમાં દ્વાદશાંગના સારભૂત સાત તવ, નવ પદાર્થ, છ દ્રવ્યો, સાત સે સુનય-દુર્નયાદિનું સ્વરૂ૫ વર્ણવ્યું છે. ૩. વીર્યાનુવાદનાં સિત્તર લાખ પદોમાં આત્મવીર્ય, પરવીર્ય, કામવીર્ય, કાલવીર્ય, ભાવવીર્ય, તપોવીર્ય આદિ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાના વીર્યનું નિરૂપણ કર્યું છે. ૪. અસ્તિ-નાસ્તિપ્રવાદ પૂર્વનાં સાઠ લાખ પદેમાં જીવાદિ દ્રવ્યોનું સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિત્વ અને પરદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિત્વ ઈત્યાદિ સહભંગ આદિ તથા નિત્યઅનિત્ય, એક-અનેક આદિનું વિરોધ રહિત વર્ણન છે. પ. જ્ઞાનપ્રવાદ પૂર્વનાં નવાણું લાખ નવાણું હજાર નવ સે નવાણું પદોમાં મતિ, શ્રત, અવધિ, મન:પર્યય અને કેવળ એ પાંચ જ્ઞાન અને કુમતિ, કુશ્રુત અને વિભંગ એ ત્રણ અજ્ઞાન એ આઠેનું સ્વરૂપ, સંખ્યા, વિષય, ફલને આશ્રયે પ્રમાણપણ, અપ્રમાણપણનું વર્ણન છે. ૬. સત્યપ્રવાદ પૂર્વનાં એક કરોડ અને છ પદમાં વચન ગુપ્તિ, વચનના સંસ્કારનાં કારણ,