________________
૨૨૬
સમાધિ પાન તીર્થંકરના તીર્થમાં દશ દશ મુનીશ્વર ઉપસર્ગ સહિત નિર્વાણ પામ્યા છે તેમનું કથન છે. ૯. અનુત્તરપપાદક—દશાંગના બાણું લાખ ચુંવાળીસ હજાર પદોમાં એક એક તીર્થંકરના તીર્થમાં દશ દશ મુનીશ્વર મહા ભયંકર ઘેર ઉપસર્ગ સહિત દેવની પૂજા પામીને વિજયાદિ અનુત્તર વિમાનમાં ઊપજે છે તેમનું વર્ણન કર્યું છે. ૧૦. પ્રશ્ન-વ્યાકરણ અંગના તાણું લાખ સેળ હજાર પદોમાં નષ્ટ, મુષ્ટિ, લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવન, મરણ આદિ પ્રશ્નોનું વર્ણન છે. ૧૧. વિપાકસૂત્રાંગનાં એક કરોડ ચોરાસી લાખ પદોમાં કર્મોને ઉદય, ઉદીરણ, સત્તાનું વર્ણન છે અને ૧૨. દૃષ્ટિવાદ નામના બારમા અંગના પાંચ ભેદ છે. પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વ અને ચૂલિકા. - (૧) પરિકર્મને પણ પાંચ ભેદ છે. ૧. ચંદ્રપ્રજ્ઞપ્તિનાં છ લાખ, પાંચ હજાર પદોમાં ચંદ્રમાનું આયુષ્ય, ગતિ અને કલાની હાનિવૃદ્ધિ અને દેવીને વૈભવ, પરિવાર આદિનું વર્ણન છે. ૨. સૂર્યપ્રકૃતિનાં પાંચ લાખ ત્રણ હજાર પદોમાં સૂર્યનું આયુષ્ય, ગતિ, વૈભવ વગેરેનું વર્ણન છે. ૩. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનાં ત્રણ લાખ પચીસ હજાર પદોમાં જેબુદ્વીપ સંબંધી ક્ષેત્ર, કુલાચલ, દ્રહ, નદી ઇત્યાદિનું નિરૂપણ છે. ૪. દ્વિીપસાગર પ્રજ્ઞપ્તિનાં બાવન લાખ છત્રીસ હજાર પદોમાં અસંખ્યાત દ્વિીપ–સમુદ્રોનું, મધ્યલેકનાં જિનભવનનું અને ભવનવાસી,
વ્યંતર, તિષ્ક દેના નિવાસોનું વર્ણન છે. ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનાં ચેરાસી લાખ છપન હજાર પદોમાં જીવ પુદ્ગલ આદિ દ્રવ્યોનું નિરૂપણ છે. આ પ્રકારે પાંચ ભેદે પરિકર્મ નામે બારમા અંગને પ્રથમ ભેદ છે.