________________
બહુશ્રુતભકિત ભાવના
૨૨૫ અને પરનું હિત કરવામાં પ્રવર્તે છે, જિન સિદ્ધાંત અને અન્ય એકાંત મતવાળાનાં સિદ્ધાંતને વિસ્તારથી જાણનારા તથા સ્યાદ્વાદરૂપ પરમ વિદ્યાના ધારક છે તેની જે ભક્તિ તે બહુશ્રુત ભક્તિ છે. બહુશ્રુતજ્ઞાનીને મહિમા કહેવાને કોણ સમર્થ છે? જે નિરંતર શ્રુતજ્ઞાનનું દાન કરે છે એવા ઉપાધ્યાય ભગવંતની ભક્તિ વિનય સહિત કરે છે તે શાસ્ત્રરૂપ સમુદ્રના પારગામી થાય છે. જે જિનેંદ્ર ભગવાને પ્રરૂપેલાં અંગ, પૂર્વ, પ્રકીર્ણક આદિ સમસ્ત જિનાગમન નિરંતર અભ્યાસ કરે છે, કરાવે છે તે બહુશ્રુતજ્ઞાની છે.
૧. પ્રથમ આચારાંગના અઢાર હજાર પદો વિષે મુનિધર્મનું વર્ણન છે. ૨. સૂત્રકૃતાંગનાં છત્રીસ હજાર પદોમાં જિનેન્દ્રના કહેલા શ્રુતનું આરાધન કરવાના વિનયની ક્રિયાએનું વર્ણન છે. ૩. સ્થાનાંગનાં બેંતાળીસ હજાર પદોમાં છ દ્રવ્યોનાં એક આદિ અનેક સ્થાનેનું વર્ણન છે. ૪. સમવાયાંગનાં એક લાખ ચોસઠ હજાર પદેમાં જીવાદિ પદાર્થોનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આશ્રયે સમાનતાનું વર્ણન છે. ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) અંગનાં બે લાખ અઠ્ઠાવીસ હજાર પદોમાં જીવના અસ્તિત્વ નાસ્તિત્વ આદિ વિષે ગણધરેએ કરેલા સાઠ હજાર પ્રશ્નોનું વર્ણન છે. ૬. જ્ઞાતૃધર્મકથાગનાં પાંચ લાખ છપ્પન હજાર પદોમાં ગણધરેએ પૂછેલા પ્રશ્નોને અનુસરીને જીવાદિકના સ્વભાવનું (કથાઓ દ્વારા) વર્ણન છે. ૭. ઉપાસકાધ્યયન અંગનાં અગિયાર લાખ સિત્તેર હજાર પદોમાં શ્રાવકનાં વ્રત, શીલ, આચાર, ક્રિયાનું તથા તેના મિત્રનું વર્ણન છે. ૮. અંતકૃતદશાંગનાં તેવીસ લાખ અઠ્ઠાવીસ હજાર પદોમાં એક એક ૧૫