________________
૨૨૪
સમાધિ-સંપાન છે, વિશ્વાસઘાતી છે. કેઈ શિષ્ય પિતાના દોષની પ્રગટતા જાણે દુઃખી થઈને આપઘાત કરે છે. ક્રોધમાં આવી જઈ રત્નત્રયને ત્યાગ કરે છે. ગુરુની દુષ્ટતા જાણે બીજા સંઘમાં જાય. જેવી રીતે મારી અવજ્ઞા (અપમાન) કરી તેવી રીતે તમારી પણ અવજ્ઞા કરશે એમ બધા સંઘમાં જાહેર કરે છે. એટલે સમસ્ત સંઘ આચાર્યની પ્રતીતિ રહિત થઈ જાય, આચાર્ય સર્વને તજવા લાયક લાગે, ઇત્યાદિ બહુ દોષો લાગે છે. તેથી અપરિશ્રાવી ગુણધારક આચાર્યપદ યેગ્ય છે.
' જેવી રીતે નાવિક (ખારવા) નાવને સર્વ ઉપદ્રને ટાળી પાર ઉતારીને લઈ જાય છે તેવી રીતે જે આચાર્ય પણ શિષ્યને અનેક વિધ્રોમાંથી બચાવીને સંસારસમુદ્રમાંથી પેલે પાર લઈ જાય તે નિર્યાપક છે.
આ રીતે ૧. આચારવાન, ૨. આધારવાન, ૩. વ્યવહારવાન, ૪. પ્રકર્તા, ૫. અપાયોપાય વિદશ, ૬. અવપીડક, ૭. અપરિશ્રાવી, ૮. નિયોપક. આ આચાર્યના આઠ ગુણો ધારણ કરનારાના ગુણમાં અનુરાગ તે આચાર્યભક્તિ છે. આવા આચાર્યના ગુણનું સ્મરણ કરીને આચાર્યનું સ્તવન, વંદન કરતે જે પુરુષ અર્ધ ઉતારે છે તે પાપરૂપ સંસારપ્રવાહને નાશ કરી અક્ષય સુખ પામે છે. એમ વીતરાગ ગુરુ કહે છે. ૧૨. બહુશ્રુતભક્તિ ભાવના :
અંગ, પૂર્વ આદિના જ્ઞાતા, ચાર અનુયેગન પારગામી, પિતે નિરંતર પરમાગમને ભણે, અને અન્ય શિષ્યોને ભણાવે તે બહુશ્રુતી છે. જેમને શ્રુતજ્ઞાનરૂપ દિવ્ય નેત્ર છે, પિતાનું