________________
આચાર્યભક્તિ ભાવના
રર૩ કેઈ ઉલ્લંઘન કરી શકે નહીં એવા પ્રભાવવાળા હોય. જેને દેખતાં જ દોષવાળા સાધુ કંપવા લાગે, જેને મેટા મોટા વિદ્યા ધારણ કરનારા નમ્રભાવે નમસ્કાર કરે એવા તેજસ્વી હોય. જેમની ઉજજવળ કીર્તિ પ્રખ્યાત હોય, જેમની કીર્તિ સાંભળતાં જ જેમને ગુણેમાં દ્રઢ શ્રદ્ધા થઈ જાય, વગર દેખે જેનાં વચન જગતમાં દૂર દેશમાં પણ લોકો પ્રમાણ કરે એવા હોય. સિંહના જેવા નિર્ભય હોય. શિષ્યનું હિત થાય તેમ માતાની પેઠે ઉપકાર કરે છે. બાળકનું હિત ચિંતવતી માતા રડતા બાળકને પણ દાબીને મેટું ફાડીને બળાત્કારે ઘી, દૂધ, દવા આદિ પાય છે તેમ શિષ્યનું હિત ચિંતવતા આચાર્ય પણ માયાશલ્ય સહિત ક્ષપક(સમાધિમરણના ઈચ્છક)ના બળાત્કારે દોષ દૂર કરે છે. અને કડવી દવાની પેઠે પરિણામ હિતકારી આવે છે. જે મેઢે મીઠું બેલે અને શિષ્યના દોષે છેડાવે નહીં તે હિતકારી સારા ગુરુ નથી. જે પોતાના આચરણથી સારે માર્ગ બતાવીને તેમજ શિક્ષા કરીને પણ દોષ મુકાવે તે ગુરૂ પૂજવા ગ્ય છે. તેથી અવપીડક ગુણના ધારક જ આચાર્ય હોય છે.
અપરિશ્રાવી ગુણ વિષે કહે છે. શિષ્ય ગુરૂને જે દોષ આલોચનામાં કહે છે, તે દેષ ગુરુ બીજા કેઈની આગળ પ્રગટ કરે નહીં. જેવી રીતે લેટું તપાવી તેને પાણી પાયું તે પાણું બહાર પ્રગટ થતું નથી, તેવી રીતે શિષ્ય કહેલે દોષ આચાર્ય પણ કોઈને જણાવતા નથી. શિષ્ય તે ગુરુ ઉપર વિશ્વાસ અને કહે અને જે ગુરુ શિષ્યના દોષ પ્રગટ કરે, અન્યને જણાવે છે એ ગુરુ નથી પણ અધમ