________________
સમાધિ-સાપાન
૨૨
આકી કાઢે છે, તથા જેવી રીતે મહા પ્રચંડ તેજસ્વી રાજા અપરાધીને પૂછે ત્યારે તત્કાળ સત્ય કહી દે છે, તેવી રીતે શિષ્ય પણ માયાશલ્ય છેડી દે છે. તેમ છતાં જો શિષ્ય માયાચાર ન છેડે તે ગુરુ તિરસ્કારનાં વચન પણ કહે કે હે મુનિ ! અમારા સંઘમાંથી નીકળી જાઓ. અમારું તમારે શું પ્રયેાજન છે? જેને પાતાના શરીર આદિના મેલ ધાવા હશે તે નિર્મળ જળથી ભરેલા સરાવર પાસે જશે; જેને પાતાના મહા રોગ મટાડવા હશે તે પ્રવીણ વૈદ્યની પાસે જશે; તેવી રીતે જેને રત્નત્રય પરમ ધર્મના અતિચાર દૂર કરી ઉજ્વળતા કરવી હશે તે ગુરુના આશ્રય કરશે. તમારે રત્નત્રયની શુદ્ધિ કરવાની ગરજ નથી તે આ સુનિપણું, વ્રત ધારવાં, નગ્ન રહેવું, ભૂખ આદિ પરિષદ્ધ સહન કરવા એ બધી વિટંબણા વડે શું સાધવું છે? સંવર નિર્જરા તે કષાયને જીતવાથી થાય છે. માયાકષાયના જ ત્યાગ ન કર્યાં તે વ્રત, સંયમ, મૌનધારણ સર્વ વૃથા છે. માયાચારીનું નગ્નપણું પણ વૃથા છે. પિરષહુ સહન કરવાપણું પણ વૃથા છે. તિર્યંચ પણ પરિગ્રહ રહિત અને નગ્ન રહે છે. તેથી તમે દુર્જન્ય છે. અમારા વંદન યેાગ્ય નથી. તમારાં પરિણામ એવાં છે કે અમારા દોષ પ્રગટ થાય તે અમે નિંદાને પાત્ર થઈ જઈએ, અમારી મોટાઈ ઘટી જાય; એવું માનવું એ તે બંધનું કારણ છે. સાધુ તા સ્તુતિ કે નિંદામાં સમાન પરિણામી હોય છે.” આવાં કઠોર વચન કહીને પણ માયાચાર આદિનો અભાવ કરાવે એવા આચાર્ય હાય છે.
અવપીડક આચાર્ય ઉપસર્ગ–પરિષદ્ધ આવ્યે કાયર થઈ જાય નહીં એવા બળવાન હોય, પ્રતાપવાન હોય. જેનું વચન