________________
આચાર્યભક્તિ ભાવના જણાવે કે રત્નત્રયને નાશ થવાથી કંપાયમાન થઈ, રત્નત્રયના નાશથી પિતાને નાશ અને નરકાદિ કુગતિમાં પતન સાક્ષાત્ માને, અને રત્નત્રયની રક્ષાથી જ સંસારમાંથી ઉદ્ધાર, થવે જાણે. અનંત સુખની પ્રાપ્તિ ઉપદેશ વડે સાક્ષાત દેખાડી દે. એવું ઉપદેશનું બળ જેમાં હોય તે અપાયે પાય વિદેશી નામના ગુણના ધારક આચાર્ય હોય છે. અહીં ઉપદેશ કહી. દેખાડવાથી વિસ્તાર વધી જાય તેથી લખ્યો નથી.
હવે અવડિક નામને છઠ્ઠો ગુણ કહે છે. કોઈ મુનિ રત્નત્રય ધાર્યા છતાં લજજાથી, ભયથી, અભિમાન-ગૌરવ આદિથી પિતાની આલોચના યથાવત્ શુદ્ધ ન કરે તે આચાર્ય તેને સ્નેહભરી, કાનને પ્રિય અને હૃદયમાં પ્રવેશ કરે તેવી શિખામણ દે કે “હે મુનિ ! બહુ દુર્લભ એવા રત્નત્રયના લાભનો માયાચાર વડે નાશ ન કરે, માતા, પિતા જેવા ગુરુની આગળ પિતાને દોષ કહી દેખાડતાં શરમ ના રાખે. વાત્સલ્ય ગુણવાળા ગુરુ પણ પોતાના શિષ્યના દેષ પ્રગટ કરીને શિષ્યને અને ધર્મને અપવાદ ન કરાવે તેથી શલ્ય દૂર કરી આચના કરે. જેવી રીતે રત્નત્રયની શુદ્ધતા અને તપશ્ચરણને નિર્વાહ થશે તે પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને તમને પ્રાયશ્ચિત્ત અપાશે, તેથી ભય તજી આલેચના નિર્દોષ કરે.” આવાં નેહરૂપ વચને વડે પણ જે માયાશલ્ય ન તજે તે તેજના ધારક આચાર્ય શિષ્યનું શલ્ય બળાત્કારે કાઢે છે. જ્યારે આચાર્ય શિષ્યને પૂછે છે કે હે મુનિ ! આ દોષ આ જ પ્રકારે છે? સાચું કહે. ત્યારે તેના તેજપના પ્રભાવથી જેવી રીતે સિંહને દેખતાં જ શિયાળ ખાધેલા માંસને તત્કાળ બહાર