________________
૨૨૦
સમાધિ-પાન પૂર્વક ભક્તિ સહિત કરે. તે દેખીને સમસ્ત સંઘના મુનિ હૈયાવૃજ્યમાં તત્પર થઈને વિચારે કે અહો ! ધન્ય છે આ ગુરુ ભગવાન પરમેષ્ટી કરુણાનિધાનને ! આ ધર્માત્મામાં કેટલે વાત્સલ્યભાવ છે! અમે મહા નિંદ્ય છીએ કે આળસુ થઈ રહ્યા છીએ, અમે હાજર હોવા છતાં એ સેવા કરે છે. એવા અમારા પ્રમાદીપણાને ધિક્કાર હો ! આ બંધનું કારણ છે. આમ વિચારીને સમસ્ત સંઘ વૈયાવૃત્યમાં ઉદ્યમી થઈ જાય છે.
જો આચાર્ય પિતે પ્રમાદી હોય તે સકલ સંઘ વાત્સલ્યરહિત થઈ જાય. તેથી આચાર્યને કતૃત્વગુણ મુખ્ય છે. સમસ્ત સંઘની વૈયાવૃત્ય (સેવા) કરવા સમર્થ હોય તે આચાર્ય થાય છે. કોઈ હીણાચારી હોય તેને શુદ્ધ આચરણ ગ્રહણ કરાવે, કઈ મંદજ્ઞાની હોય તેને સમજાવીને ચારિત્રમાં લગાડે, કેઈને પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરે, કેઈને ધર્મોપદેશ દઈને દ્રઢતા કરાવે. ધન્ય છે એ આચાર્યને કે જે શરણે આવ્યો તેને મેક્ષમાર્ગમાં લગાડી તેને ઉદ્ધાર કરે છે! તેથી આચાર્યને પ્રકર્તા નામનો ગુણ મુખ્ય છે.
પાંચમે ગુણ અપાયે પાય વિદેશી નામને છે. કેઈ સાધુ ભૂખ, તરસ, રેગની વેદનાથી પીડાતાં ફ્લેશિત પરિણામરૂપ થઈ જાય તથા તીવ્ર રાગદ્વેષ પરિણામવાળે થઈ જાય અને લજજાથી કે ભયથી યથાતથ્ય આલેચના કરે નહીં (આચાર્યને બધા દોષ થયા હોય તે પ્રકારે ન કહે), રત્નત્રયમાં ઉત્સાહ રહિત થઈ જાય, ધર્મમાં શિથિલ થઈ જાય, તે તેને અપાય એટલે રત્નત્રયના નાશરૂપ દોષ અને ઉપાય એટલે રત્નત્રયની રક્ષારૂપ ગુણ એ પ્રકારે